૧૫ એકર જમીનમાં જીરાનો પાક નષ્ટ ઃ ખેડૂતોમાં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-19 11:33:37
  • Views : 425
  • Modified Date : 2019-12-19 11:33:37

સરહદી વાવ તાલુકામાં કુદરતી આફતો વચ્ચે ખેડૂતો પીસાઈ રહ્યા છે. ત્યારે નર્મદાની કેનાલોમાં ગાબડાઓ પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે.  મંગળવારની મોડી રાત્રે ઢીમા સપ્રેડા-લોદ્રાણી માઈનોર કેનાલમાં સપ્રેડા ગામની સીમમાં પટેલ રૂપાબેન અજેશીભાઈના ખેતરમાં ૨૦ ફૂટથી પણ વધારેનું ભ્રષ્ટાચારનું ગાબડું પડતાં ૧૫ એકર જમીનમાં ૧૨ કલાકથી પણ વધારે સમય પાણી ચાલુ રહેતાં ૧૫ એકર જમીનમાં પિયત કરેલ જીરાનો પાક સંપૂર્ણ નષ્ટ થઈ જવા પામ્યો હતો. ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખેડૂતોનાં પાક નષ્ટ થઈ જતાં ખેડૂતોએ નર્મદા વિભાગની બેદરકારીથી કેનાલો ફૂટી રહી હોવાનું જણાવ્યું હતું. ખેડૂતોએ જાતે હીટાચી મશીન સ્વ ખર્ચે લાવીને તૂટેલી કેનાલમાં માટી નાખી પુરાણ કરાવ્યું છે. સરહદી વાવ તાલુકામાં નર્મદાની કેનાલોમાં લાખ્ખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચાર્યો છે. ત્યારે દિવસ ઉગે ને ગાબડાઓ પડે છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે તપાસના આદેશ આપી હલકી કક્ષાનું કામ કરતા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટમાં મુકવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. ખેડૂતો રવિ સીઝનમાં લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરીને વાવેતર કર્યુ હતું. ત્યારે સમગ્ર પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મરવાનો વારો આવ્યો છે. નર્મદા નિગમ દ્વારા સર્વે કરીને નુકસાન થયું તે ચૂકવાય તેવી માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News