સરકારના બજેટથી બનાસકાંઠાના ખેડૂતોમાં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-15 11:01:11
  • Views : 811
  • Modified Date : 2019-11-15 11:01:11

બનાસકાંઠા જિલ્લામાં કમોસમી માવઠાને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયુ છે. ત્યારે ગઈકાલે સરકારે નુકસાન ગ્રસ્ત ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આ મામલે સહાયથી નારાજ છે.
બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યુ છે અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક પછી એક નવી મુસીબતનો સામનો કરી રહ્યા છે. છેલ્લાં ત્રણ ચાર વર્ષથી સતત બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ અને પૂર જેવી પરિસ્થિતિએ ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. ત્યારબાદ જિલ્લામાં તીડનો આતંક અને હવે કમોસમી માવઠાથી ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો પર કુદરતે જાણે છીનવી લીધો હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે બીજી તરફ ગઈકાલે સરકારે માવઠાથી નુકસાન થયેલા ખેડૂતો માટે ૭૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યુ છે. પરંતુ આ રાહત પેકેજમાં પણ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આવી શકે તેમ નથી બનાસકાંઠા જિલ્લામાં કમોસમી માવઠાથી બટાકા, કપાસ, એરંડા સહિતના પાકોને ૫૦ ટકાથી પણ વધુ નુકસાન થયુ છે. જોકે બીજી તરફ સરકારે સહાય આપવામાં જે ધારાધોરણ નક્કી કર્યા છે તેમા ૩૩ ટકાથી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને ૨ હેક્ટર સુધી સહાય આપવામાં આવશે. પરંતુ તંત્ર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ૩૩ ટકાથી વધારે નુકસાન ભાગ્યે જ થયું હોય તેમ જણાવી રહ્યા છે જેથી માવઠાને પગલે જિલ્લાના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવા છતાં પણ સરકારી સહાય મળી શકે તેમ નથી. જેના કારણે ખેડૂતોમાં  નારાજગી જોવા મળી રહી છે અને સરકાર માત્ર ખોટી ખોટી જાહેરાતો કરી ખેડૂતોની મશ્કરી કરી રહી હોય તેમ ખેડૂતો માની રહ્યા છે. આ બાબતે સરકારી સહાયના ધારાધોરણોમાં આવતા ૨ હેક્ટરથી ઓછી જમીન વાળા અને બે હેક્ટરથી વધુ જમીન વાળા ખેડૂતોનો આજે અમે રિયાલિટી ચેક કરતા તેમને થયેલું નુકસાન અને તેમની વેદનાની સાચી હકીકત જાણવા મળી હતી.
બનાસકાંઠા જિલ્લામાં શિયાળો અને ચોમાસુ પાકને વ્યાપક નુકસાન થયુ છે. ચોમાસામાં પાક તૈયાર થઇ ગયા બાદ પણ અવારનવાર કમોસમી માવઠુ થતા તૈયાર થયેલા પાકને નુકસાન થયુ હતુ.  દિવાળી બાદ ખેડૂતોએ આ વર્ષે સારા ભાવની આશાએ ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો, વ્યાજે પૈસા લાવી વાવેતર કર્યુ હતુ. પરંતુ વાવેતર કર્યા બાદ તરત જ કમોસમી માવઠુ અને કરાનો વરસાદ થતા ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે સરકારે જાહેરાત કરી છે. તેમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો તે ધારાધોરણમાં આવતા ના હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.

Download Our B K News Today App



Related News