અમીરગઢ વેચાણ કેન્દ્રમાં ટેકાના ભાવની મગફળી લેવાનું બંધ ખેડૂતોમાં નારાજગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-12 11:55:05
  • Views : 381
  • Modified Date : 2019-12-12 11:55:05

અમીરગઢ તાલુકામાં ટેકાના ભાવના મગફળી લેવાતુ વેચાણ કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું હતું. પરંતુ તંત્રની નિષ્ક્રીયતાના કારણે આ કેન્દ્ર બંધ કરી દેતા ખેડૂતોમાં નારાજગી જાવા મળી હતી. આ અંગે વધુ માહિતી આપતા વેચાણ કેન્દ્રના અધિકારી દ્વારા જણાવાયું હતું કે અમીરગઢ તાલુકામાં કુલ ૩૫૧ જેટલી નોંધણી થઈ હતી અને તેમાથી ૯૬ ખેડૂતોએ માલ ભરાવ્યો હતો. કુલ ૨૫૫ ખેડૂતો બાકી છે જેમને જિલ્લામાંથી તેમનો માલ ભરાવવા ટેલીફોનીક મેસેજ દ્વારા જાણ કરવામાં આવે છે, અને જેના બીજા દિવસે માલ ભરાવાનો હોય છે. પરંતુ ૩૦ તારીખ બાદ કોઈ મેસેજ ન આવતા અમે વેચાણ કેન્દ્ર બંધ કરેલ અને તેમાં કાર્યરત તમામ કર્મચારીઓને દૂર કરી બેજ મૂકવામાં આવ્યા હતા.
તેમજ કિડોદર ગામના ખેડૂત જયંતિભાઈને જણાવ્યું હતું કે તા. ૧૧-૧૧-૧૯ના રોજ મને મેસેજ આવતા હું ટ્રેકટર ભરી મગફળી ભરાવવા ગયેલ, પરંતુ ફરજ પરના અધિકારી દ્વારા મગફળી બે દિવસ પછી લેવામાં આવશે તેમ જણાવી મને પાછો મોકલેય. એમ સતત ત્રણ વખત ધક્કા ખાધા છતાં માલ ન લેતા હાલ મારો સમગ્ર માલ મારા ઘરે પડેલ છે અને ભવિષ્યમાં બગડવાની શક્યતા રહેલી છે.
છેલ્લાં બે વર્ષથી કુદરત દ્વારા ખેડૂતોને પડતા પર પાટુ પડતુ હોય તેમ નુકસાનમાં જાય કે અને એક આશાની ઉમ્મીદ સમા વેચાણ કેન્દ્ર ચાલુ થતા આશા જન્મી હતી. પરંતુ અધિકારીઓની આડોડાઈએ ખેડૂતોને પડતા પર પાટુ માર્યુ છે.

Download Our B K News Today App



Related News