ધાનેરામાં મગફળીના ભાવો સારા મળતા ખેડૂતોમાં ખુશહાલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-05 10:54:45
  • Views : 900
  • Modified Date : 2019-11-05 10:54:45

ધાનેરા તાલુકામાં આ વર્ષે ખેડૂતોએ મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યુ હતુ. પરંતુ વરસાદના લીધે ખેડૂતોને મગફળીમાં મોટુ નુકસાન વેઠવાના દિવસો આવ્યા છે. ત્યારે આ વર્ષે ગંજબજારમાં મગફળીના સારા ભાવો જળવાઇ રહેતા ખેડૂતો ધાનેરા માર્કેટયાર્ડમાં ઉમટી રહ્યા છે. ત્યારે સરકારના ખરીદી સેન્ટરો ઉપર કાગડા ઉડતા નજરે પડે છે.
સરકાર દ્વારા ટેકાના ભાવે રાજ્યભરમાં ખરીદી સેન્ટરો ચાલુ કરવામાં આવ્યા છે પરંતુ આ સેન્ટરો ઉપર બજાર કરતા
પણ નિચા ભાવ હોવાથી ખેડૂતો પોતાનો માલ ગંજ બજારમાં
પહોંચાડી રહ્યા છે. ધાનેરા માર્કેટયાર્ડમાં લાભ પાંચના રોજ સ્નેહમિલન યોજીને
વેપારીઓએ ખરીદીના શ્રીગણેશ કર્યા હતા અને ત્યાંથી ધાનેરા ગંજબજારમાં ખેડૂતોને
પોતાના માલના ભાવ મળી રહેતા તેઓ ખરીદી સેન્ટરો
ઉપર જાવાનું નામ લેતા નથી અને માલ ધાનેરા ગંજ બજારમાં લાવતા ગંજ બજારમાં આ વર્ષે મગફળીની આવકમાં વધારો થવા પામ્યો છે. જેથી ગંજ બજારના વેપારીઓમાં પણ ખુશાહલી જોવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News