વાવ પંથકમાં ફરી તીડનું આક્રમણ ઃ ખેડૂતોમાં ફડફડાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-01 11:53:14
  • Views : 313
  • Modified Date : 2020-01-01 11:53:14

વાવ તાલુકામાં કુદરત જાણે જગતના તાત પર રૂઠી હોય તેમ કુદરતી આફતો વચ્ચે જગતનો તાત પીસાઈ રહ્યો છે. તો વળી સરકાર દ્વારા યોગ્ય પગલાં નહિ ભરવામાં આવતાં ખેડૂતોમાં ભારે રોષ વ્યકત કર્યો છે. વાવ તાલુકાની કુંડાળીયા ગામની સીમમાં મંગળવારે સાંજે તીડ આવતાં ખેડૂતોએ ભારે ફડફડાટ ફેલાયો છે.  વાવ તાલુકમાં પુનઃ તીડના આક્રમણને પગલે જિલ્લા વહીવટી તંત્રની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ તીડ નિયંત્રણની કામગીરીઓનાં દાવાઓની પોલ ખોલી નાખી છે. ત્યારે સત્વરે તીડ ભગાડવા માટે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરીઓ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગણી કરી છે.
બનાસકાંઠા જિલ્લાની
આંતરરાષ્ટ્રીય સરહદે આવેલ વાવ તાલુકામાં ગંદા સીમમાં તીડે આતંક મચાવતા ખેતરોમાં પાકનો નાશ થઈ ગયો છે. ત્યારે વાવ વિસ્તારમાં પુનઃ તીડનું આક્રમણ થતાં ખેડૂતોમાં પણ ફડફડાટ ફેલાયો છે. તીડના આક્રમણને પગલે લીલાછમ ખેતરોમાં ઊભા પાકનો સંપૂર્ણ નાશ થઈ જાય છે. ત્યારે કુંડાળીયા ગામના ખેડૂતે પોતાના ઊભા પાકમાં જાતે જ ટ્રેક્ટર ફેરવી દીધાનો વિડિઓ વાયરલ થયો છે.
સરહદી વાવ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ત્યારે ફરી કુદરત જાણે કોપાયમાન થઈ હોય તેમ ફરી એકવાર વાવ તાલુકાના મીઠાવિચારણ ગામની સીમમાં ખુબ જ મોટા પ્રમાણમાં  દિવેલાના પાકમાં તીડનું આક્રમણ થતાં ખેડૂતો ભારે મૂંઝવણ મુકાઈ ગયા છે.
સરહદી વાવ, થરાદ, સુઈગામ અને ઢીમા પંથકમાં ચોમાસામાં વધુ વરસાદથી ખેતીવાડીને પણ મોટું નુકસાન થયુ હતુ તો વળી દિવાળી પછી કમોસમી વરસાદ અને હવે તીડનું આક્રમણ થતા ખેડૂતોની ઉંઘ હરામ થઈ ગઈ છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સત્વરે સમગ્ર પંથકમાં સર્વે કરીને દવાનો છંટકાવ થાય તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.


Download Our B K News Today App



Related News