તીડના ઝુંડ દિયોદર તાલુકાના ગામોમાં ફરી વળતા ખેડૂતોમાં ભય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-20 11:50:37
  • Views : 1011
  • Modified Date : 2019-12-20 11:50:37

છેલ્લાં ૩ દિવસથી સુઈગામ તાલુકામાં તીડનું આક્રમણ જોવા મળ્યા બાદ બુધવારના રોજ તીડનું ટોળું ત્રણ ભાગમાં વહેંચાયું હતું. જેમાં દિયોદર તાલુકાના અનેક ગામોમાં તીડના ટોળા દેખાવો દેતા ખેડૂતોમાં ભય ફેલાયો હતો અને ખેડૂતો ખેતરોમાં તીડ ભગાડવાની તરકીબો કરતા જોવા મળ્યા હતા. ગુરૂવારના દિવસે વહેલી સવારે ભાભરમાં તીડનું ટોળું દેખાયા બાદ
બપોરના સમય તીડનું આક્રમણ દિયોદર તાલુકાના લુદ્રા,
 ભેંસાણા, વડીયા, મોજરૂ, વાતમ, ચગવાડા, વડાણા, જાલોઢા, પાલડી, ધાડવ, ગાંગોલ, ઓઢા, સરદારપુરા, જસાલી સહિતના તાલુકાના અનેક ગામોમાં તીડનું ટોળું ઘુસી આવ્યું હતું. જેમાં એકાએક આકાશમાં તીડનું ટોળું દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી આવ્યો હતો. જેમાં શિયાળુ ખેતી ઉપર તીડ આક્રમણ કરે તે પહેલાં ખેડૂતોએ ફટાકડા ફોડી તીડને ભગાડવા પ્રયત્નો કર્યા હતા. જો કે સતત બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં
પાંચ દિવસથી પણ તીડનો નાશ કરવામાં સરકારી તંત્ર નિષ્ફળ હોવાનું દેખાઈ રહ્યુ છે. જો કે આ બાબતે લોકોએ નિષ્ફળ તંત્ર સામે ભારે રોષ વ્યકત કર્યો છે.
પવનની દિશા બદલાતા તીડનું ટોળું ગ્રામીણ વિસ્તારમાં વળ્યું. સરહદેથી ઘૂસણખોરી કરી આવેલ તીડના ટોળાએ સુઈગામ અને વાવ વિસ્તારમાં પાક ઉપર હુમલો કરી વહેલી સવારે પવનની દિશા બદલાતા તીડનું એક ટોળું દિયોદરના ગ્રામીણ વિસ્તારમાં ફરી વળ્યું હતું. જેમાં અનેક ગામોમાં તીડનું ટોળું દેખાતા ખેડૂતોએ સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય ખેડૂતોને તીડ આવ્યા હોવાના સમાચાર વહેતા કરતા દિયોદર તાલુકાના ખેડૂતોએ ભારે ચિંતા વ્યક્ત કરી હતી.

Download Our B K News Today App



Related News