આખરે ઢીમા સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણીનો પ્રવાહ વધારતાં ખેડૂતોમાં આનંદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-27 11:31:26
  • Views : 439
  • Modified Date : 2019-11-27 11:31:26

વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા નજીકથી પસાર થતી ઢીમા-સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી નર્મદા કેનાલમાં પાણીનો પ્રવાહ નહિવત પ્રમાણમાં ચાલતો હોવાથી છેવાડાના ગામડાઓ સુધી સિંચાઈ માટે પાણી નહીં મળતું હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે ૨૪ નમેમ્બરના રોજ ઢીમા-સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણીનો પ્રવાહ વધારવા માંગણી, છેવાડાના ગામડાઓ સુધી સિંચાઈનું પાણી નહિ મળતા રવિ પાકને મોટું નુકસાન થશે. તો વળી વાવ તાલુકાના સપ્રેડા, નાળોદર, આછુવા, ગોલગામ, જોડિયા,  ઢીમા-ચોથનેસડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણીનો પ્રવાહ નહિવત પ્રમાણમાં હોવાથી ઢેરીયાણા, ફાંગડી, ટડાવ, ચોથાનેસડા, ગોલપનેસડા સહિત અનેક કાંઠા વિસ્તારના ગામડાઓને સિંચાઈ માટેનો લાભ મળે છે.
ખેડૂતો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણીનો પ્રવાહ ઓછાં પ્રમાણમાં ચાલતો હોવાથી માઈનોર કેનાલોમાં પાણી મળતું નથી. ત્યારે પાણીનો પ્રવાહ હાલમાં ચાલુ છે. એ રીતે રવિ સીઝન દરમિયાન ચાલુ રહે તો વાવ તાલુકાના અનેક ગામડાઓને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે અને ખેડૂતોના પાક જેમકે, જીરૂ, રાયડું, ઈસબગુલ, મગફળી સહિતના પાક અને શાકભાજીનું વાવેતર કરવામાં આવતું હોવાથી પૂરતાં પ્રમાણમાં સિંચાઈ માટે પાણી મળી રહે તે માટેના બી.કે.ન્યૂઝ દૈનિકના  અહેવાલને વાચકોએ વખાણ્યો હતો અને આભાર માન્યો હતો

Download Our B K News Today App



Related News