જેટકો કંપનીની કામગીરીને લઇ ખેડૂતોમાં આક્રોશ જાેવા મળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-08 11:44:30
  • Views : 363
  • Modified Date : 2021-01-08 11:44:30

દિવસેને દિવસે ખેડૂતો બેહાલ થતા જાય છે ખેતીની જમીનો ટૂંકી થતી જઈ રહી છે તેના ખર્ચા વધી રહ્યા છે ત્યારે વીજ કંપનીઓ દ્વારા પણ ખેડૂતોના ખેતરમાં  વીજ લાઈનો ખેંચી વ્યાપક નુકસાન કરી રહ્યા છે. તેવું જ કંઇક ડીસા તાલુકાના પાલડી અને રામવાસના ખેડૂતો સાથે બની રહ્યું છે જેટકો કંપની દ્વારા ૨૨૦ કેવીનું સબ સ્ટેશન બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં ખેડૂતોના પાકને થયેલા નુકસાનમાં વળતર ન ચુકવાતા ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.
જેટકો કંપની દ્વારા ૨૨૦ કેવીનું સબસ્ટેશન તૈયાર કરવા માટે વીજ લાઇન નાંખવાની કામગીરી ચાલી રહી છે. જેમાં ખેડૂતોના
પાકને થયેલા નુકસાનનું વળતર ન ચુકવાતા ડીસા તાલુકા ના ભીલડી પંથકના
પાલડી અને રામવાસના ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વળતર ચુકવવા તેમજ વળતર ન ચુકવાય ત્યાં સુધી કામ અટકાવવા રજુઆત કરવામાં આવી હતી.
આ બાબતે કેટલાક ખેડૂતોએ જણાવ્યું હતું કે, જાે માંગણી નહી સંતોષાય તો ખેડૂતો દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. વળતર ચૂકવ્યા વગર કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતો દ્વારા તેનો વિરોધ દર્શાવ્યો છે.

Download Our B K News Today App



Related News