નર્મદા વિભાગની બેદરકારી સરહદી વિસ્તારમાં પાણી ના છોડાતા ખેડૂતોમાં આક્રોશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-29 12:05:48
  • Views : 418
  • Modified Date : 2019-11-29 12:05:48

શરદી વાવ પંથકમાં નર્મદા વિભાગ દ્વારા પાણી ના છોડવાથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. પાણી છોડવામાં અધિકારીઓની ઢીલી નીતિથી ફરી ખેડૂતોને મસમોટું નુકસાન થવાની ભીતિઓ જોવા મળી રહી છે.
વાવ પંથકમાં બનાવેલી કેનાલોની સાફ-સફાઈમાં નર્મદા વિભાગની બેદરકારી બહાર આવતાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો છે અને કેનાલોમાં પાણી છોડવાની વારંવાર માંગ કર્યા છતાં પાણી છોડવામાં આવતું નથી. જોકે ચોથાનેસડા  ન્યાય સમિતીના ચેરમેન ભીખાભાઇ પરમારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમે માંગણાપત્રક ભરી કચેરીએ પહોંચાડી જીરાનું વાવેતર કર્યુ હતુ. પણ આજદિન સુધી પાણી ના આવતા ખેડૂતોને ભારે નુકસાન થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. જો ૨ દિવસમાં પાણી નહિ આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ઉપર ઉતરશું.
વાવ તાલુકાના છેવાડાના ગામોમાં છેલ્લાં પાંચ વર્ષથી
પાણીના ધાંધિયા જોવા મળી રહ્યા છે. નર્મદા વિભાગ
અવાર-નવાર બહાનું બનાવી ખેડૂતોને મૂર્ખ બનાવી રહ્યા છે. જોકે ચાલુ ચોમાસે વધારે પ્રમાણમાં વરસાદ અને કરાના લીધે ચોમાસુ નિષ્ફળ જતા રવી સીઝનમાં છેવાડાના ગામડાઓને નર્મદા કેનાલનું
પાણી પુરતું મળતું નથી. કેનાલોમાં પાણી છોડવા છતાં છેવાડાના ગામડાઓમાં હજુ
પાણી મળ્યું નથી. પાણી આવશે તેવી આશાએ પોતાના ખેતરમાં મોંઘા બિયારણ ખાતર નાખી ખેતરમાં વાવેતર કરી નાખ્યું છે પણ હજુ સુધી છેવાડાના ગામડાઓમાં પાણી ના મળતા ખેતરો સૂકા પડયા છે. રવી સીઝનને એક માસ પૂરો થયો છતાં ખેડૂતોને પાણીના ફાફા
પડી રહ્યા છે જેને લઇને જગતનો તાત ચિંતીત બન્યો છે.

Download Our B K News Today App



Related News