બનાસકાંઠામાં ફરી બટાકાના ભાવ ગગડયા, ખેડૂતો- વેપારીઓને નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-22 11:20:25
  • Views : 9515
  • Modified Date : 2020-12-22 11:20:25

ડીસાને બટાટાની નગરી તરીકે ઓળખવામાં આવે છે ડીસાનું બટાટુ બનાસકાંઠા જિલ્લા સહિત બહારના રાજ્યોમાં સારી માંગ રહેતી હોય છે. જેના કારણે ડીસાના ખેડૂતો મોટી સંખ્યામાં બટાટાનું વાવેતર કરે છે પરંતુ છેલ્લાં પાંચ વર્ષથી સતત મંદીના કારણે ખેડૂતોને બટાકાના પાકમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાવાયરસની મહામારીના કારણે બટાટાની માંગતી હતી. જેના કારણે બટાકાના ભાવમાં ભારે ઉછાળો આવ્યો હતો જેના કારણે ખેડૂતોએ આ વર્ષે ફરી એક વાર બટાટાના ભાવ સારા મળવાની આશાએ મોટી સંખ્યામાં વાવેતર કર્યું હતું. અને છેલ્લા પાંચ વર્ષમાં જે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. તેમાંથી બહાર આવવાની એક આશા બંધાઈ હતી.જાેકે હવે ફરી એકવાર બટાકાનો ભાવ ગગડી ગયો છે. આમ તો દર વર્ષે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં નવા બટાકાની આવક શરૂ થતી હોય છે પરંતુ આ વર્ષે બટાકા ૧૫ થી ૨૦ દિવસ પહેલા જ માર્કેટમાં આવી જતા હવે બટાકાનો ભાવ ગગડી ગયો છે. જે બટાકા ૩૫ થી ૪૦ હોલસેલમાં વેચાતા તે જ બટાટા હવે એક મહીનાની અંદર ૧૨ થી ૧૫ રૂપિયે વેચાઇ રહ્યા છે. જેના કારણે ડીસા સહિત
આજુબાજુના પંથકના જે ખેડૂતો અને વેપારીઓ પાસે બટાકા
પડ્યા છે તેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

Download Our B K News Today App



Related News