ધાનેરામાં એચડીએફસી બેંકની ખેડૂતો સાથે ઉઘાડી લૂંટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-04 11:47:41
  • Views : 2914
  • Modified Date : 2020-11-04 11:47:41

સરકાર દ્વારા ખેડૂત સધ્ધર બને તે માટે ઝીરો ટકા વ્યાજે
પાક ધિરાણ આપવામાં આવે છે. તેમજ ખેડૂતોને પશુપાલન લોન તેમજ અન્ય લોન પણ ઓછા વ્યાજે સબસીડી સાથે આપે છે. પરંતુ ધાનેરાની એચ.ડી.એફ.સી. બેંક દ્વારા ખેડૂતોના ખાતામાં સબસીડી જમા કરવાના બદલે ઝીરો ટકા વ્યાજે સબસીડીની રકમ જમા કરી લેતા હોય છે અને ખેડૂત
પાસેથી ઉંચા વ્યાજ ભરાવે છે અને લોન પુરી થવા છતાં સબસીડી ન અપાતાં ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્‌યા છે.
ધાનેરાની એચ.ડી.એફ.સી. બેંકમાં કેટલાય ખેડૂતોએ પોતાના
પશુઓની જિલ્લા ઉધોગ દ્વારા આપવામાં આવતી સબસીડીની લોન કરવામાં આવી છે. પરંતુ એચ.ડી.એફ.સી.ના કર્મચારી અધિકારીઓની તાનાસાહી સામે ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્‌યા છે. ધાનેરા તાલુકાના સોતવાડા ગામના કરમટા તળસાભાઇ કરણાભાઇ તથા કરમટા રત્નાભાઇ અચળાભાઇ એ પોતાના પશુઓ માટે લોન લીધી હતી અને તેની સબસીડી પેટે ૨૦ જાન્યુઆરીના રોજ ૪૫૦૦૦ તથા બીજાને ૬૭૫૦૦ જિલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા આવેલ તેમ છતા ખેડૂતના ખાતામાં જમા આપેલ નહી અને બારોબાર પોતાની બેંકમાં ઝીરો ટકાના વ્યાજે ફિક્ષ
ડીપોઝીટમાં મુકી દેવામાં આવેલ અને ૫ ઓક્ટોમ્બરે લોન પુરી થવા છતાં પણ ખાતામાં આપેલ નહી અને ખેડૂત પાસેથી પુરેપુરી રકમ ૧૨% ના વ્યાજે વસુલ કરવામાં આવેલ અને આ સબસીડી બાબતે બેંકમાં પુછવા જતાં કર્મચારીઓ દ્વારા ઉધ્ધતાઇ ભર્યુ વર્તન કરવામાં આવેલ તેમજ તમારે ન્યાય જોઇતો હોય તો ગ્રાહક સુરક્ષામાં પહોંચી જાઓ તેવા વાક્યો ઉચ્ચારવામાં આવતા પોતાની આપવીતી જણાવતા આ બાબતે અમદાવાદ બેંકના અધિકારીનો સંપર્ક કરતાં ખેડૂતને ન્યાય આપવાની ખાત્રી આપી હતી. જેથી આવા ખેડૂતોને લૂંટતા બેંકના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સામે બેંક યોગ્ય
પગલાં ભરે અને તેમને આ
પડેલ ડીપોઝીટનુ વ્યાજ આપે તે જરુરી છે.
અને આ બેંકમાં ૫૦૦ થી પણ વધારે લોકોએ આવી લોન લીધેલ છે અને તેમને પણ આવાજ હાલ થયા હોય તેવુ જોવા મળી રહ્યુ છે.

Download Our B K News Today App



Related News