થરાદમાં ખુલ્લી જગ્યામાં ખાતર રાખીને એગ્રોના વેપારીઓ ખેડૂતો સાથે છેતરપિંડ કરે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-10 11:44:37
  • Views : 3014
  • Modified Date : 2020-12-10 11:44:37

શિયાળાની રવિ સિઝન ચાલુ હોવાથી રવિ સિઝનના પાકોમાં રાયડામાં, જીરામાં, એરંડામાં રાસાયણિક ખાતરનો ઉપયોગ વિકાસ માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ થતો હોય છે. જ્યારે એગ્રોના વેપારીઓ ખાતરનું ધૂમ વેચાણ ખુલ્લી જગ્યામાં રાખી કરતા હોય છે. જેમાં  થરાદની બજારમાં નેશનલ હાઈવેની બંને બાજુમાં ખાતરની બોરીઓ રાખીને ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે.  ત્યારે જાણવા મળ્યું હતું કે આ રાસાયણીક ખાતરમાં આવેલું નાઇટ્રોજન વાયુ જે ખુલ્લી જગ્યામાં રાખવાથી હવામાં ઉડી જાય છે અને તે વિકાસના કામમાં કાર્ય કરતો નથી તેથી તે ગોડાઉન વગર ખાતર ખુલ્લી જગ્યામાં રાખી શકતા નથી. ત્યારે હાઇવે ઓથોરિટીમાં આવેલી જગ્યામાં ખાતર રાખી વેચાણ કરે છે કે શું  ?  નેશનલ હાઇવે ઓથોરિટી વાળાને શું આ લોકો પૈસા આપી જગ્યા રાખતા હશે કે શું  ? તેવા  પણ પ્રશ્ન ઉઠવા પામ્યા છે.  આ ખુલ્લી જગ્યામાં રહેલા ખાતરને તાત્કાલિક હટાવી દેવામાં આવે અને ખાતર રાખવા માટે ગોડાઉનની સુવિધા કરવી જાેઈએ. એગ્રોના વેપારીઓ થરાદ તાલુકાના ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. વિકાસ ન કરે તેવું ખાતર આપી ખેડૂતો જાેડે છેતરપિંડી થતી હોવાથી આ બાબતે તંત્રએ ધ્યાન આપીને આગળની કાર્યવાહી કરવી જાેઈએ.

                                                      


Download Our B K News Today App



Related News