તીડ પછી કેનાલોમાં વારંવાર ગાબડાઓથી ખેડૂતો પાયમાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-01 11:59:03
  • Views : 358
  • Modified Date : 2020-01-01 11:59:03

બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ અને સુઈગામ પંથકમાં કુદરતી આફતોથી ખેડૂત પીસાઈ રહ્યો છે. ત્યારે વધુ એક મુસિબત વાવ તાલુકાની લોદ્રાણી માઈનોર કેનાલ-૨માં ગાબડું
પડતાં ૧૦ એકર એરંડા અને જીરાનું વાવેતર કરેલ પાકમાં
પાણી ફરી વળતાં ખેતીનાં પાકને વ્યાપકપ્રમાણમાં નુકસાનથયાની ભીતિઓ સેવાઈ રહી છે. સરહદી વાવ, થરાદ અને સુઈગામ પંથકમાં દિવાળી પછી કુદરતી આફતોનો કહેર હજુ સુધી પણ શમ્યો નથી. ત્યારે વાવ તાલુકામાં બનાવેલી સિંચાઈ માટેની કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડાઓ પડતાં ખેડૂતોને લાખ્ખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે.
મળતી માહિતી મુજબ વાવ તાલુકાની નાલોદર ગામની સીમમાંથી પસાર થતી લોદ્રાણી માઈનોર-૨માં સોમવારની વહેલી સવારે સુરેશભાઈ જગશીભાઈ નાઈના ખેતરમાં ૩૦ ફૂટનું ગાબડું પડતાં ૫ એકર જમીનમાં પિયત કરેલો જીરા અને એરંડાના પાકમાં પાણી ફરી
વળતા મોટુ નુકસાન થયુ છે. ત્યારે વાવ વિસ્તારમાં બનાવેલ હલકી કક્ષાની કેનાલોની કામગીરીઓને કારણે ખેડૂતોને લાખ્ખો રૂપિયાનું નુકસાન થાય છે. ત્યારે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવામાં આવે તો કેટલીય બેનામી સંપત્તિ પણ મળી શકે તેમ છે.

Download Our B K News Today App



Related News