ધાનેરા તાલુકામાં ત્રીજા દિવસે પણ તીડના આંતકથી ખેડૂતો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-30 12:09:27
  • Views : 607
  • Modified Date : 2019-12-30 12:09:27

ધાનેરા તાલુકામાં ત્રણ દિવસથી તીડનો આંતક ચાલુ રહેતા શનિવારની રાત્રે તીડોના ધામા જાડી અને શેરા ગામની સીમમાં રહેતા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યુ હતુ. તેમજ વહીવટી તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરીને મોટા પ્રમાણમાં તીડોનો નાશ પણ કરવામાં આવ્યો હતો.
ધાનેરા તાલુકામાં ત્રણ દિવસથી તીડના આંતક સામે વહીવટી તંત્ર તેમજ ખેડૂતો લડી રહ્યા છે. શનિવારની રાત્રે તીડોનુ એક મોટુ ઝુંડ જાડી તથા શેરા ગામની સીમમાં રાત્રી રોકાણ કરતાં આ બન્ને ગામોમાં ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યુ છે.  આ બાબતે વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારથી દવાના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવતા ખુલ્લી જગ્યામાં મોટા પ્રમાણમાં તીડ જોવા મળતા હાઇડોઝની દવાનો છંટકાવ કરવામાં આવતા આ ખુલ્લી જગ્યામાં હજારોની સંખ્યામાં તીડનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો હતો. જ્યારે બાકી રહેતા તીડ રાજસ્થાન તરફ રવાના થયા હતા. જેથી અધિકારીઓએ જણાવેલ કે બનાસકાંઠામાં આ છેલ્લું ઝુંડ હતુ અને તે પણ રાજસ્થાન તરફ રવાના થયુ છે.

Download Our B K News Today App



Related News