ડીસામાં ૧૮ વર્ષથી રસ્તાના વિકાસથી વંચિત ખેડૂતોનો વિરોધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-03 12:17:41
  • Views : 566
  • Modified Date : 2019-10-03 12:17:41

ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. ત્યારે ડીસા તાલુકાના વડલી ફોર્મ વિસ્તારના ખેડૂતોનું બિસ્માર રસ્તાના વિરોધમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા એક તરફ ગ્રામીણ વિકાસ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને સરળતાથી ગુજરાત સરકારના લાભો મળી શકે. પરંતુ ડીસા તાલુકાના વડલીફાર્મ વિસ્તારની હાલત કંઈક અલગ જ છે. વાત કરવામાં આવે આ વિસ્તારની તો ડીસાના વડલી ફાર્મ વિસ્તારમાં ૫૦૦ થી પણ વધુ ખેડૂતો રહે છે અને ખેતી તેમજ પશુપાલનનો વ્યવસાય કરે છે. પરંતુ વડલી ફાર્મ વિસ્તારથી ડીસા હાઈવેને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં છે. ખેડૂતો દ્વારા સરકારમાં રસ્તા બાબતે ૧૮ વર્ષથી રજૂવાત કરવામાં આવી છે. પરંતુ આ વિસ્તારમાંના ખેડૂતને કોઈ જ પ્રકારે રસ્તો બનાવી આપવામાં આવ્યો નહતો. જેના કારણે આજે ૨૦૦ થી પણ વધુ ખેડૂતોએ ભેગા મળી આ રસ્તાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પરંતુ ગામના સરપંચ આવી આ વિસ્તારનો રસ્તો દિવાળી સુધી બનાવી આપવાની બાંહેધરી આપતા ખેડૂતોએ હાલ પૂરતો વિરોધ કરવાનું ટાળ્યું હતું.
ડીસા તાલુકાના વડલીફાર્મ વિસ્તારમાં ૫૦૦ થી પણ વધુ ખેડૂતો રહે છે અને આ ખેડૂતોના બાળકો પણ બાજુમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવામાં જાય છે. પરંતુ છેલ્લા ૧૮ વર્ષથી બિસ્માર રોડના કારણે ખેડૂતોને પોતાના બાળકોને  મુકતા પણ ડર લાગે છે. અહીંથી પસાર થતા રોડ
પર ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જતા અહીંથી ખેડૂતોને
પોતાના ખેતરમાં ઉભા પાકને વેચવા માટે બજારમાં જતી વખતે ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે હવે કરેલા ખેડૂતોના વિરોધ બાદ શું ૧૮ વર્ષ પછી વડલીફાર્મ વિસ્તારના ખેડૂતોને પાકો રસ્તો મળશે ખરી, કે પછી ૧૮ વર્ષ બાદ પણ ખેડૂતોને બિસ્માર રસ્તા પર ચાલવું
પડશે. 

Download Our B K News Today App



Related News