સરહદી વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધારવાની ખેડૂતોની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-24 11:48:15
  • Views : 426
  • Modified Date : 2019-11-24 11:48:15

સરહદી વાવ,થરાદ, સુઈગામ, ઢીમા સહિત વિસ્તારમાં રવિ સીઝનનું વાવેતર ચારે તરફ થઈ ગયુ છે. ત્યારે કમોસમી વરસાદનો મૂંઢમાર કે કુદરતી થપાટથી ખુબ જ મોડું વાવેતર થયુ  છે. ત્યારે વાવ તાલુકાના છેવાડાના ગામડાઓ સુધી સિંચાઈનું પાણી મળતું જ નથી. તો વળી વાવ તાલુકાના છેવાડાના અંતરિયાળ ગામડાઓ સુધી સિંચાઈનું પાણી નહિ મળતાં ખેડૂતો દ્વારા છાસવારે નર્મદા નિગમ, થરાદ નાયબ કલેકટર અને વાવ મામલતદાર કચેરીમાં
આવેદનપત્ર આપી કેનાલોમાં સફાઈ કરવામાં આવે, કુવાઓમાં કચરો સાફ થાય અને  સિંચાઈ માટે રવીનું પુરેપુરૂ વાવેતર થઈ ગયુ છે. ત્યારે સીઝન માટે પૂરતું પાણી મળી રહે તેવી ખેડૂતોએ માંગ કરી હતી.
સરહદી વાવ તાલુકામાં આવેલ ડિસ્ટ્રીબ્યુટરી અને માઈનોર કેનાલોની સફાઈ થાય અને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા લાખ્ખો રૂપિયાનું સફાઈનું ટેન્ડર આપવામાં આવ્યું  હોવા છતાં પણ કેનાલોની સફાઈ બરાબર નહિ કરવામાં આવતી હોવાની ખેડૂતોએ ફરિયાદ કરી છે. ત્યારે વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા નજીકથી પસાર થતી ઢીમા-સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણીનો પ્રવાહ નહિવત પ્રમાણમાં હોવાથી વાવ તાલુકાના સપ્રેડા, આછુંવા, નાળોદર, ગોલગામ સહિતના અનેક ગામડાઓમાં શિયાળુ સીઝન પર મુખ્યત્વે આધાર હોવા છતાં પણ પૂરતું પાણી મળતું નથી. તો વળી કેનાલમાં પૂરતું પાણી નહિ છોડવા માટે હલકી કક્ષાની બનાવેલ અને ભ્રષ્ટ્રાચારની કેનાલ ક્યારે તૂટી જાય તેનું કોઈ નક્કી હોતું નથી. ત્યારે ઢીમા સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ અને ઢીમા-ચોથાનેસડા ડિસ્ટ્રીબ્યુટરી નર્મદા કેનાલમાં પાણીનો પ્રવાહ વધારવામાં આવે તેવી માંગ ખેડૂતોએ કરી છે.


Download Our B K News Today App



Related News