લાખણી પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-04 11:54:04
  • Views : 435
  • Modified Date : 2019-11-04 11:54:04

કુદરતની લીલા અપરંપાર છે અત્યારે શિયાળાની ઋતુ પ્રારંભ થયેલ છે. ત્યારે જગતનો તાત પોતાના ખેતરોમાં શિયાળુ પાકના વાવેતરમાં મગ્ન બન્યો હતો. ખેડાઈ ખાતર બિયારણ વગેરેની વ્યવસ્થા આજના મોંઘવારી અને મંદી વચ્ચે પણ
કરી હતી અને આશા રાખી હતી કે શિયાળુ પાકના વાવેતરમાંથી પોતાનો વ્યવહાર ચલાવી શકશે. ત્યારે કુદરતને જાણે મંજૂર ન હોય એમ અત્યારે લાખણી પંથકમાં દોઢ ઇંચ આસપાસ કમોસમી વરસાદ વરસતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ખેતરો પાણીથી ભરાઈ ગયા છે એ જોઈને જગતનો તાત હતાશ અને નિરાશ બન્યો છે. કારણકે આવા મંદીના માહોલમાં પુનઃ ખાતર બિયારણની વ્યવસ્થા કરવી એ ખુબ જ મુશ્કેલ છે. ત્યારે આ કમોસમી વરસાદ પડવાથી વેપારી આલમમાં પણ ચિંતાનું મોજું ફેલાયું છે. જો ખેડૂતના ઘરમાં નહિ હોય તો વેપારી પાસે પણ ક્યાંથી આવશે એ વિચારીને વેપારીઓ પણ ચિંતામાં છે. વીમા કંપની નફ્ફટાઈના કારણે હજુ સુધી ખેડૂતોને પાક નુકસાનનો વીમો પણ મળેલ નથી. ત્યારે વળી પડતા ઉપર પાટુ મારવા સમાન આ કમોસમી વરસાદ પડતાં ખેડૂતો હતાશ બની ગયેલ છે. ત્યારે સરકારે આ બાબતની ગંભીરતા સમજીને તાત્કાલિક ધોરણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને સહાય આપવામાં આવે અને વીમા કંપનીઓ ઉપર લાલ આંખ કરીને ખેડૂતોના વળતરનો વીમો પણ ચુકવવામાં આવે તેવી જગતનો તાત માંગણી કરી રહ્યો છે.

Download Our B K News Today App



Related News