અમીરગઢ પંથકમાં મગફળીમાં નુકસાન બાદ હવે કપાસમાં પણ સુકારાનો રોગ આવતા ખેડૂતોની હાલત કફોડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-17 12:01:07
  • Views : 306
  • Modified Date : 2020-09-17 12:01:07

અમીરગઢ તાલુકામાં ખેડૂતો ઉપર કુદરતી અફતોનો મારો ચાલી રહેતા આ વિસ્તારના ખેડૂતો બરબાદ થવાના આરે આવી ગયા છે. હાલમાં જ મગફળીના પાકમાં ફૂગ નામનો રોગ આવેલ, જેથી મગફળીનો તૈયાર થયેલ પાક નિષ્ફળ જઈ રહ્યો છે. જેના મારથી ખેડૂતો હજુ ઉભર્યા નથી અને કપાસના પાકમાં પણ સુકાર નામનો રોગ આવી ગયેલ છે અને આ રોગ કપાસની કેરી એકદમ કાળી પડી જાય છે. કપાસના પત્તા સુકાવા લાગે છે પછી આખું છોડ કરમાઈ જાય છે. અમીરગઢ તાલુકાના ખેડૂતોને ખેતર
કપાસમાં સિત્તેરથી એસી ટકા જેટલું નુકસાનની ભીતિ જોવા મળી છે. જેથી અમીરગઢ
પંથકનો ખેડૂત બિલકુલ
પાયમાલ થવાના આરે છે. દર વર્ષે આવા પ્રકાની કુદરતી આફત સામે ખેડૂતો લાચાર બનેલ છે અને મોટા પાયે નુકસાન વેઠી રહ્યા છે તેની સામે તેઓના પાક નુકસાનનું વળતર પણ પૂરતા પ્રમાણમાં મળેલ નથી ત્યારે ફરીવાર કુદરત રૂઠયો છે. હવે કપાસમાં સુકારા નામનો રોગ આવતા કપાસનો છોડ કરમાઈ રહ્યો છે અને કેરીઓ પણ છોડ ઉપર બેસતી નથી. આ વિસ્તારમાં કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર હોઈ મસમોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
આથી સરકાર દ્વારા આવા ખેડૂતોનું સર્વે કરી તેઓના
પાકનું નુકસાન સામે
પૂરતું વળતર આપે તેવી અપેક્ષા અમીરગઢ પંથકના ખેડૂતો રાખી અરજ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News