સરહદી વાવ પંથકની કેનાલોમાં સિંચાઈનું પાણી છોડવામાં આવતાં ખેડૂતોમાં આનંદની લાગણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-18 10:51:22
  • Views : 388
  • Modified Date : 2019-07-18 10:51:22

સરહદી વાવ, થરાદ સુઈગામ સહિતના ભાભર વિસ્તારએ મુખ્યત્વે સિંચાઈ અને પશુપાલન પર આધારિત હોવાથી વરસાદના અભાવે ખેડૂતોએ ખેતરોમાં ઘાસચારા સહિત વિવિધ કઠોળનું વાવેતર કર્યુ છે. તો વળી સરહદી
પંથકમાં વરસાદે હાથતાળી
આપતાં દુષ્કાળની ભયંકર
પરિસ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નહીં. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતને પગલે નર્મદાની માઈનોર, સબ માઈનોર અને ડિસ્ટ્રીબ્યુટરી કેનાલોમાં પાણીનો પ્રવાહ ચાલુ કરવામાં આવતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.
સરહદી વિસ્તારમાં મેઘરાજાએ રીસામણાં કર્યા હોય તેમ અષાઢ મહિનો પુરો થવાં આવ્યો છતાં પણ પુષ્કળ પ્રમાણમાં વરસાદ હજુ સુધી આવ્યો નથી. ત્યારે સરહદી વાવ વિસ્તારના કેટલાય ગામડાઓમાં વાવણી લાયક વરસાદ પણ નથી. ત્યારે નર્મદા કેનાલોમાં
પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. તો વળી ભયંકર દુષ્કાળના ઓળા વચ્ચે રખડતી ગાયોની હાલત અત્યંત દયનિય બની છે. ત્યારે સરહદી વિસ્તારનાં અનેક દાતાઓ દ્વારા ગામડે ગામડે લીલું ઘાસ અપાઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરહદી પંથકમાં વર્ષ ૨૦૧૫થી કુદરત કોપાયમાન થઈ હોય તેમ ઢીમા, વાવ, થરાદ, ધાનેરા સહિત સુઈગામ પંથકમાં ભયંકર પુર હોનારતથી લાખ્ખો
રૂપિયાનું નુકશાન થયું હતું. તો વળી વર્ષ ૨૦૧૭માં એનાથી
પણ વધારે પુર પ્રકોપ સરહદી વિસ્તારની પ્રજાએ દેખ્યો હતો.ત્યારે આ વિસ્તારમાં ભયંકર ઘાસચારાની સમસ્યાઓ સર્જાઈ છે. ખેડૂતોની માંગ છે કે ઢીમા-સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ અને ઢીમા-ચોથાનેસડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણીનો પ્રવાહ વધારે છોડવામાં આવે જેથી વાવના નાળોદર, સપ્રેડા, ભાંખરી જેવાં અનેક ગામડાઓનાં ખેડૂતો સુધી સિંચાઈ માટેનું પાણી પહોંચે

Download Our B K News Today App



Related News