બનાસકાંઠામાં ખેડૂતોને ઉતારા ન મળતાં હાલાકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-18 11:50:33
  • Views : 448
  • Modified Date : 2019-06-18 11:50:33

સબસીડી અને વિધવા સહાય ફોર્મમાં ઉતારાની
જરૂરીયાત  ઉભી થતાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં દોઢ મહિનાથી જિલ્લાની તમામ ગ્રામપંચાયતોમાં ખેતીની જમીનના ૭/૧૨ અને ૮અના ઉતારાની સ્ટેશનરી ખલાસ થઈ જતાં ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. એક બાજુ ચોમાસાની શરઆત થતાં બિયારણમાં સબસીડી લેવા માટે ઉતારાની જરૂર પડી રહી છે. તો બીજીબાજુ આવકના દાખલા , વિધવા સહાયના ફોર્મમાં તેમજ વિવિધ જગ્યાએ ઉતારાની
જરૂરીયાત હોય છે. પરંતુ છેલ્લાં દોઢ મહિનાથી લોકો
પંચાયતોમાં ધરમના ધક્કા ખાઈ રહ્યા છે અને ઉતારા ના મળતાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે સરકારી તંત્ર ઘોર નિદ્રામાંથી જાગી ખેડૂતોને પડતી હાલાકીની સમસ્યાનો હલ લાવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.  વિકાસશીલ ગુજરાતમાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. પરંતુ તેનો લાભ લેવા લોકોને જરૂરીયાત કાગળો માટે ધક્કા ખાવા પડે છે.  ત્યારે ખેડૂતોના હિતની વાત કરતી ગુજરાત સરકાર ખેડૂતો સમસ્યાનો હલ કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News