ચોમાસું / ખેડૂતો માટે માઠાં સમાચાર, વરસાદને લઇને હવામાન વિભાગે કહ્યું આવું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-17 19:52:02
  • Views : 1895
  • Modified Date : 2019-07-17 19:52:02

વરસાદ હવે ક્યારે વરસે તેની કાગડોળે રાહ જોવાઈ રહી છે ત્યારે વરસાદ પાછો ખેંચાતા હવામાન વિભાગે પણ ચિંતા વ્યકત કરી છે.ખેડૂતોએ હજુ પણ વરસાદની રાહ જોવી પડશે. સામાન્ય રીતે જુલાઈમાં વરસાદી સિસ્ટમ બની જતી હોય છે પણ આ વર્ષે વરસાદી સિસ્ટમ બની નથી. જો કે 25 જુલાઈ બાદ વરસાદી સિસ્ટમ બની શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 25 જુલાઈ બાદ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે તેવી આગાહી કરી હતી. અન્ય રાજ્યો અંગે પણ  હવામાન વિભાગે માહિતી આપી કે આગામી 3થી 4 દિવસમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં વરસાદ થઈ શકે છે.  મધ્ય ભારતના કેટલાક રાજ્યોની સાથોસાથ દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ થશે. જો કે હવામાન વિભાગે ચિંતાજનક એ માહિતી પણ આપી કે ગુજરાતમાં હાલ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. જ્યારે  આગામી ચાર દિવસમાં ઉત્તર ભારતમાં ભરે વરસાદ થશે. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં સતત ભારે વરસાદ થવાના અણસાર છેતો પૂર્વોત્તરના રાજ્ય અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને સમુદ્રી કાંઠાના રાજ્ય ગોવા તેમજ કેરળમાં પણ ભારે વરસાદની આગાહી છે. માનવામાં આવી રહ્યું છે કે 22  જુલાઈ બાદ ગુજરાતમાં પણ સારોએવો વરસાદ થઈ શકે છે.

Download Our B K News Today App



Related News