ઉનાળુ બાજરીના ભાવ ઘટતા ભીલડી પંથકના ખેડૂતો નારાજ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-31 12:05:01
  • Views : 975
  • Modified Date : 2020-05-31 12:05:01

એકબાજુ લોકડાઉન, બીજીબાજુ કુદરતી આફતો અને ત્રીજીબાજુ તિડના તાંડવ વચ્ચે જીવતો ખેડૂત ચિંતિત બન્યો છે. જેમાં લોકડાઉનના લીધે ખેડૂતોને એક તો પૂરતા પ્રમાણમાં ખાતર મળ્યું નહી તેમજ ચાલુ સિઝનમાં તમામ અનાજના ભાવો ગગડયા છે. જેના વચ્ચે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ખેડૂતોના વાવેતરના ખર્ચા પ્રમાણે કોઈપણ ધાન્યનો ભાવ પૂરતા પ્રમાણમાં મળતો નથી,
જેથી ખેડૂત દર વર્ષે નુકસાન તો વેઠતો આવ્યો છે. ત્યારે રહી જતું હતું એટલે પાણીના તળ
પણ ખૂબ જ ઊંડા ગયા હોવાથી લાઈટ બિલ પણ ખુબ જ આવે છે અને વિદ્યુત બોર્ડ દ્વારા પણ દંડ ફટકારવામાં આવતા હોય છે તેની વચ્ચે ખાતર બિયારણ પણ મોંઘું બન્યું છે. ત્યારે તેના પ્રમાણમાં ખેડૂતોને અનાજના ભાવ મળવા જરૂરી હોય છે.
પરંતુ સરકાર ખેડૂતોને ભાવ આપવામાં આંખ આડા કાન કરતી દેખાઈ રહી છે ત્યારે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો જરૂરી છે. ત્યારે ચાલુ વર્ષે બાજરીનું વાવેતર પણ ભીલડી પંથકમાં ઘટતું જોવા મળી રહ્યુ છે. જેમાં બાજરીના વાવેતરથી લઈને કાપણી સુધી પણ મોટા ખર્ચાઓ આવતા હોય છે. તેમજ લોકડાઉનના લીધે મજુરોની તંગી પણ વરતાઈ રહી છે. ત્યારે ગરમીમાં ખેડૂતો દેશને અનાજ પૂરુ પાડી રહ્યા છે. ગત વર્ષ કરતા આ વર્ષે બાજરીના ભાવમાં ૩૨૦ રૂપિયા રહેવા
પામ્યો છે, જે ખુબ ઓછો છે. જેથી સરકાર દ્વારા ખેડૂતોને અનાજના ભાવો મળી રહે તેવી ખેડૂતોની માંગ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News