ઇકબાલગઢ ગામે ખેતીમાં મહિલાનો નવતર પ્રયોગ બટર મશરૂમની ખેતી કરી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 10:29:47
  • Views : 318
  • Modified Date : 2021-03-09 10:29:47

ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ ઇકબાલગઢમાં એક મહિલાએ નજીવા ખર્ચે બટર મશરૂમની ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરે છે અને અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની છે.
બનાસકાંઠા જિલ્લો એ રણની કાંધી અડીને આવેલો જિલ્લો છે અને અહીંના લોકો સતત
પાણીની તીવ્ર સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે તેમ છતાં પણ અહીંની પ્રજા ખમીરવંતી અને મહેનતકશ હોવાના કારણે આજે અવનવી ખેતી દ્વારા માત્ર બનાસકાંઠામા જ નહીં પરંતુ ગુજરાતભરમાં નામના મેળવી રહી છે. જેમાં અમીરગઢ પાસે આવેલ ઇકબાલગઢના મિત્તલબેન પટેલે બટર મશરૂમની ખેતી કરી કાઠું કાઢ્યું છે.  મિત્તલબેન પટેલનો પરિવાર ખૂબ જ શિક્ષિત છે. તેમનો એક પુત્ર અત્યારે કેનેડામાં અભ્યાસ કરી રહ્યો છે અને બીજાે પુત્ર પણ એબ્રોડ જવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે મિતલબેન
પટેલે ઘરે બેઠા બેઠા કંઈક નવું કરવાનું વિચાર આવતાં જ તેમને મામૂલી ખર્ચમાં બટર મશરૂમની ખેતી કરવાનું વિચાર્યું. તેઓએ
પોતાના ઘરે જ સસરાની મદદથી વાસ અને અન્ય ચીજ વસ્તુઓમાંથી રૂમનો સેડ બનાવ્યો છે. તેમાં નજીવા ખર્ચે બટર મશરૂમ માટે આખું સ્ટ્રક્ચર તૈયાર કર્યું. તેઓએ બટર મશરૂમ વાવવાની શરૂઆત કરી મહેનત દ્વારા તેઓએ બટર મશરૂમમાં સફળતા મેળવી હાલ તેઓ દિવસનું ૧૫ થી ૨૦ કિલો બટર મશરૂમનું ઉત્પાદન કરે છે.  આ મશરૂમ ગુજરાત સહિત રાજસ્થાનમાં
પણ વેચાણ કરે છે તેઓ પોતાના ઘરે બેઠા બેઠા બટર મશરૂમના પેકિંગ તૈયાર કરીને રાજસ્થાનની મોટાભાગની હોટલો અને ગુજરાતી હોટલોમાં વેચાણ કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News