કાંકરેજની બનાસ નદીમાં નર્મદા મૈયાનું પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-23 12:05:42
  • Views : 586
  • Modified Date : 2019-08-23 12:05:42

કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદી વર્ષોથી સૂકી ભઠ્ઠ હાલતમાં ભાસી રહી હતી. બનાસ નદીમાં પાણી માટે
કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાએ સરકાર સામે ધારદાર રજૂઆત કરી હતી ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે
કાંકરેજના ખેડૂતાના હિતમાં નિર્ણય લઈ બનાસ નદીમાં નર્મદાના મૈયાનું પાણી છોડવાની પરવાનગી આપી હતી. જેને લઈ ગઈકાલ તા.૨૨/૮/૨૦૧૯ ના
રોજ સવારે સાડા નવ વાગ્યે
કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ
પી.વાઘેલા, બ.કાં.જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા, તેજાભાઈ દેસાઈ (નવનિયુક્ત પ્રમુખ તાલુકા
પંચાયત કાંકરેજ), તાલુકા ભાજપ મહામંત્રી કિશોરભાઈ બી.પ્રજાપતિ, ઈશુભા વાઘેલા, દિનેશજી જાલેરા (ડી.ડી.જાલેરા),  ઝેણુભા વાઘેલા-વડા,  ઈશ્વરભાઈ
પટેલ, ઉંબરી માજી સરપંચ બાબુજી કે.સોલંકી સહિત ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાંકરેજ તાલુકાના ઉંબરી માળી ગોળીયા સાઈફનમાંથી સુજલામ સુફલામ કેનાલના
પાણીને બનાસ નદીમાં છોડવામાં આવ્યું હતું અને શ્રીફળ, ફુલથી નર્મદાના નીરના વધામણા કર્યા હતા.
એક મહિના સુધી આ પાણી ચાલુ રાખવાનો પ્રયત્ન કરવામાં આવશે.
જેથી પછી ખેડૂતોને બોરના પાણીના તળ ઉંચા આવશે જેને લીધે ખેડૂતોને પાણી માટે ખુબજ રાહત રહેશે.

Download Our B K News Today App



Related News