ધાનેરા તાલુકામાં રાયડા ખરીદી બંધ કરી દેવામાં આવતા ખેડૂતો લાલઘુમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-11 10:47:42
  • Views : 638
  • Modified Date : 2019-07-11 10:47:42

ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે રાયડાની ખરીદી કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ધાનેરા તાલુકામાં ૯૫૦૦ ફોર્મ રજીસ્ટ્રેશન કરવામાં  આવ્યા છે. પરંતુ ખરીદી ધીમી ગતીએ ચાલતા ખેડૂતો હેરાન થઇ ગયા હતા. તેમજ માલ તોલાવવા જનાર ખેડૂતો પાસેથી મજુરીના નામે ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયા લેવામાં આવી રહ્યા હોવાની બુમરાડ ઉઠવા પામી હતી. પરંતુ છેલ્લાં ચાર દિવસથી રાયડાની ખરીદી અચાનક બંધ કરી દેવામાં આવતા ખેડૂતોમાં ભારે આક્રોસ જોવા મળ્યો હતો અને ખરીદી ફરીથી ચાલુ કરવા માટે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.
ખેડૂત એ જગતનો તાત કહેવામાં આવે છે. ખેડૂત શિયાળાની ઠંડી હોય કે ઉનાળાની કાળઝાળ ગરમી હોય તેમાં તે ઉભો રહીને માલ પકવે છે અને સમગ્ર લોકોને પુરો પાડે છે. પરંતુ આ જગતનો તાત પોતાનો પસીનો પાડીને પકવેલ ખેતીનો માલ વેચવા કાઢે ત્યારે તેના પોષણક્ષમ ભાવો મળતા હોતા નથી. જેથી સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે બાબતે ગુજરાત રાજ્ય અન્ન અને પુરવઠા નિગમ દ્વારા રાયડાની ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવા રજીસ્ટ્રેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી સમગ્ર ગુજરાતમાં જો સૌથી વધારે રાયડાનું ઉત્પાદન હોય તો તે ધાનેરા તાલુકામાં છે અને ૯૫૦૦ ખેડૂતોના માલનું રજીસ્ટ્રેશન પણ કરી દેવામાં આવ્યુ છે.  ૯૫૦૦ ખેડૂતોના રજીસ્ટ્રેશનમાંથી માત્ર ૩૦૦૦ જેટલા ખેડૂતોના માલ તોલવામાં આવ્યો હતો અને ત્યાર પછી સરકાર દ્વારા આ રાયડો લેવાનું બંધ કરવામાં આવતા ખેડૂતોમાં ભારે આક્રોસ જોવા મળી રહ્યો છે. ખેડૂતો આંદોલન કરવાના મુડમાં આવી ગયા છે.  કોઇપણ પ્રકારની ખેડૂતોને જાણ કર્યા વગર આ રાયડાની ખરીદી બંધ કરી દેવામાં આવેલ હોવાથી અને કોઇપણ અધિકારી ખેડૂતોને જવાબ ન આપતા હોવાથી બુધવારે કિસાનસંઘના આગેવાનો દ્વારા અને મોટી સંખ્યામાં કિસાનો હાજર રહીને ધાનેરા મામલતદારેને રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્ર તાત્કાલિક ઉપરી કચેરી ખાતે મોકલીને તાત્કાલિક રાયડાની ખરીદી શરૂ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News