તમાકુના પાકમાં રોગ લાગુ પડતા માણસાના ખેડૂતોએ ટ્રેક્ટર ફેરવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-03 10:57:52
  • Views : 303
  • Modified Date : 2021-02-03 10:57:52

માણસા તાલુકાના છેવાડે આવેલા આજાેલ ગામના ખેડૂતો દ્વારા તમાકુની ખેતી કરવામાં આવી રહી છે. ત્યારે તમાકુના છોડનો વિકાસ નહિ થવાના કારણે ખેડૂતો દ્વારા ઉભા પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દેવામાં આવ્યું છે. ખેડૂતો ઉપર પડતા ઉપર
પાટા જેવી સ્થિતિ જાેવા મળી છે. પાક નિષ્ફળ જવાને લઇને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંચાલિત લાડોલ કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા ખેતરમાં મુલાકાત કરાઇ હતી. જેમાં રોગ નહિ પરંતુ વાકુંભા વનસ્પતિ જવાબદાર હોવાનું જણાવ્યું હતું.
દેશમાં એક તરફ ખેડૂતો દિલ્લીમાં કૃષિ કાયદા રદ કરાવવા આંદોલન કરી રહ્યા છે. બીજી તરફ રાજ્યના
પાટનગરના માણસા તાલુકાના આજાેલ સહિત આજુબાજુ ગામના ખેડૂતો તમાકુના પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દીધું હતું. એક તરફ ખેડૂતોને મોંઘવારી રહી છે. બીજી તરફ પાક તૈયાર થયા બાદ હાથમાં આવેલો કોળીયો છીનવાઇ રહ્યો છે. છોડનો યોગ્ય વિકાસ નહિ થવાના કારણે હાલતો ખેડૂતોના હાલ બેહાલ થઇ રહ્યા છે.

Download Our B K News Today App



Related News