ગઢમાં મગફળીની નોંધણી ખોરંભે ઃ ખેડુતોએ મચાવ્યો હોબાળો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-06 11:27:16
  • Views : 320
  • Modified Date : 2020-10-06 11:27:16

ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ઓનલાઇન નોંધણી કરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જેમાં ગઢ ખાતે પાંચ દિવસ બાદ પણ હજુ નોંધણી શરૂ ના થતા સોમવારે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.
ગઢ ખાતે મગફળી નોંધણી માટે સેન્ટર શરુ ના કરાતાં ખેડુતો હાલાકી ભોગવી રહ્યા છે. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટે ૧ ઓકટોમ્બરથી નોંધણીની પ્રક્રીયા શરુ કરવામાં આવી છે. પરંતુ ગ્રામપંચાયત ના કોમ્યુટર ઓપરેટરો હડતાળ પર જવાથી મગફળી નોંધણી ની કામગીરી શરુ થવા પામી નથી. ત્યારે આજે પાંચ દિવસ થવા છતાં મગફળી નોંધણી માટેની કોઈ જ વ્યવસ્થા ગઢ ખાતે શરુ ન કરાતાં ખેડુતો રોષે ભરાયા હતા. અને ગ્રામપંચાયત કચેરી ખાતે આવીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. ગઢ વિસ્તારમાં ચાર હજારથી વધારે ખેડુતો દ્વારા મગફળીનુ વાવેતર કરવામાં આવ્યુ છે. અને મગફળીના
પાકનુ મબલખ પ્રમાણમાં
ઉત્પાદન પણ થયુ છે. ત્યારે સરકાર દ્વારા મગફળીના પાકને ટેકાના ભાવે લેવાની જાહેરાત કરતાં ખેડુતોએ મગફળી નોંધણી માટેની પ્રકિયા હાથ ધરી હતી. પરંતુ સરકાર અને વીસીઈઓ વચ્ચેના પ્રશ્ન ના કારણે આજે ખેડુતો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે સંવેદનશીલ સરકાર દ્વારા ખેડુતોને પડતી મુશ્કેલી લનો હલ લાવી જગતના તાતની વ્હારે આવે તેવી માંગ ગઢ ખાતે એકઠા થયેલા ખેડુતોએ કરી હતી. પાલનપુર તાલુકાનો સૌથી મોટો ગાઢ વિસ્તાર છે. ત્યારે પાંચ દિવસમાં એક પણ ખેડુતની નોંધણી ના થતાં ખેડુતો રોષે ભરાયા હતા. અને ગ્રામપંચાયત ખાતે આવી રેવન્યુ તલાટીને રજુઆત કરી હતી. અને રાજકીય આગેવાનોને પણ ટેલીફોનીક સંપર્ક કરી ને પોતાને પડતી સમસ્યાનો સત્વરે હલ લાવી ખેડુતો ને મગફળીની નોંધણી જલ્દીમાં જલ્દી શરુ કરવાની માંગ કરી હતી. સરકાર દ્વારા વીસીઈઓના મામલે ર્નિણય લે તે પહેલા ખેડુતો હિતમાટેનો ર્નિણય લઈ વધારા ના નોંધણી કેન્દ્રો શરુ કરાવીને ખેડુતોને
પડતી મુશ્કેલી દુર કરવામાં આવે તેવી સમગ્ર ગઢ વિસ્તારના ખેડુતોની માંગ ઉઠી છે.

અમારી માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન
અમારી વિવિધ માંગણીઓને લઈને પાંચ દિવસથી હડતાલ ચાલી રહી છે. આ અંગે ગાંધીનગર ખાતે બેઠક પણ યોજાનાર છે. ત્યારે જો આ બેઠકનો કોઈ ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરીશું.
- રામસિંહજી સોલંકી (પ્રમુખ બનાસકાંઠા વીસીઈ મંડળ)

Download Our B K News Today App



Related News