તખતપુરા ડાયરેક્ટ કેનાલમાં સફાઈનું કામ ખેડૂતોએ જાતે જ કર્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-06 10:54:38
  • Views : 419
  • Modified Date : 2019-11-06 10:54:38

સરહદી વાવ તાલુકામાં નર્મદાની કેનાલોમાં છાસવારે ગાબડાઓ અને હલકીકક્ષાનું મટિરીયલ્સ તકલાદી કામકાજ એ વાતનાં પુરાવાઓ આપે છે કે કોન્ટ્રાક્ટરો અને નર્મદાની કેનાલોના અધિકારીઓ પણ ખરાબ અને હલકી કક્ષાની કામગીરીઓ ચલાવી રાજ્ય સરકારને કરોડો રૂપિયાનો ચુનો લગાવી રહ્યા છે તો વળી છાસવારે તુટતી કેનાલોથી ખેડૂતોના ઊભા પાકમાં કેનાલોનું પાણી ફરી વળવાથી લાખ્ખો રૂપિયાનું નુકસાન થાય છે. ત્યારે સરહદી વિસ્તારની કેનાલોની કામગીરીઓ બાબતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા તુટતી કેનાલો અંગેનો અહેવાલ તૈયાર કરીને જિલ્લા વહીવટી તંત્રને મોકલવા કહ્યું હતું. ત્યારે સમગ્ર મામલે તપાસ કરીને આવા કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટમાં મુકવા જોઈએ અને નવા કોન્ટ્રાક્ટરોને  કામગીરીઓ સોંપવી જોઈએ. સરહદી વાવ, થરાદ, સુઈગામ અને ઢીમા પંથકમાં ખેડૂતો મુખ્યત્વે પશુપાલન અને ખેતી આધારિત  જીવન જીવી રહ્યા છે. ત્યારે અહીં મુખ્ય આવક ખેતીમાંથી મેળવે છે. ત્યારે શિયાળાની સીઝન ચાલુ થઈ ગઈ છે. તો વળી તાજેતરમાં આવેલ વરસાદને કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયુ છ. શિયાળુ સીઝન પણ હજુ સાતથી દસ દિવસ મોડી ચાલુ થાય તો નવાઈ નહિ. ત્યારે આવી કામના સમયની કટોકટીમાં પણ સરહદી વાવના તખતપુરાના ખેડૂતો દ્વારા ઢીમા શાખામાંથી નીકળતી તખતપુરા ડાયરેક્ટ કેનાલમાંથી ખેડૂતોએ જાતે સફાઈ કરી પિયત માટે
પાણીની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે કોન્ટ્રાકટરો દ્વારા કેનાલોની સફાઈના બહાને કરોડો
રૂપિયાના બીલો બનાવી સ્થાનિક અધિકારીઓ આવા બીલો પાસ કરે છે. ત્યારે આવા કોન્ટ્રાકટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News