કાંકરેજ તાલુકામાં વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન ખેડૂતો ચિંતિત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-07 11:28:43
  • Views : 407
  • Modified Date : 2019-11-07 11:28:43

કાંકરેજ તાલુકામાં કમોસમી વરસાદ અને પવનને લીધે ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલા કપાસ, મગફળી જેવા અનેક
પાકોમાં ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ
છે.
ખેડૂતોના કરોડો રૂપિયાના પાકો વરસાદના પાણીથી પલડી રહ્યા છે અને સડી રહ્યા છે અને ખેડૂતો ભારે નુકસાની વેઠી રહ્યા છે. કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થયેલ નુકસાનીનું સર્વે ચાલુ હોવાનું સરકાર અને વહીવટી તંત્ર કહી રહ્યુ છે પણ હજી સુધી ખેડૂતોના ખેતરોમાં ક્યાંય  સર્વે પહોંચ્યું નથી તેથી ખેડૂતો આક્રોસ વ્યક્ત કરી કહી રહ્યા છે અને ખેડૂતોએ કહ્યુ કે અમોને હવે સરકાર ઉપર કે વિમા કંપની ઉપર કોઈ ભરોસો નથી અમો પાક સામે લીધેલા ધીરાણમાંથી પાકવિમાનુ પ્રીમિયમ બેંકોમાં કપાવીએ  છીએ. આ બાબતે નાણોટા ગામના ખેડૂત શંકરભાઈ ચૌધરીએ કહ્યુ કે સરકાર અને વિમા કંપની
પાસે અમારી ખેતીમાં વરસાદથી થયેલ નુકસાનીનું વળતર માંગીએ છીએ અને વિમા કંપની અને સરકાર ભેગા મળી એવી સ્થિતિ ઉભી કરી છે કે ખેડૂતો
પોતાનો હક નહીં પણ ભીખ માંગે છે. તો કાંકરેજ તાલુકાના ખેડૂતો એ કહ્યુ કે સરકારને જો ખેડૂતોને આપવું જ હોય તો
આ  સર્વે કે ઓનલાઇન નોંધણી બંધ કરી નુકસાનીનું સ્પેશિયલ પેકેજ આપીને સહાય કરે તેવી અમારી માંગણી છે.

Download Our B K News Today App



Related News