બનાસકાંઠામાં વાવાઝોડા સાથે વરસાદ ઃ ખેડૂતો ચિંતિત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-06 11:23:39
  • Views : 524
  • Modified Date : 2020-06-06 11:23:39

ચોમાસાના સત્તાવાર આગમનને થોડાક દિવસોની વાર છે. ત્યારે વાતાવરણમાં આવેલા પલટાથી બનાસકાંઠા જિલ્લામાં ગરમીમાંથી અંશતઃ રાહત મળી હતી. જિલ્લાના
પાલનપુર, ડીસા, ધાનેરા,
કાંકરેજ, લાખણી, વડગામ, શિહોરી અને અમીરગઢ વિગેરે તાલુકાઓના શહેરી વિસ્તાર તેમજ ગ્રામિણ વિસ્તારોમાં ભારે પવન સાથે વાવાઝોડુ અને વરસાદ ત્રાટકતા જનજીવન ખોરવાઈ જવા પામ્યું હતું. આ વાવાઝોડા અને વરસાદથી ઉનાળું પાક અને ગ્રામિણ વિસ્તારોમાં નુકસાન થવા પામ્યું હતું. જેમાં કયાંક પતરાના સેડ ઉડયા અને કાચા મકાનો ધરાસાયી થવા પામ્યા હતા. સાથે સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાહન વ્યવહાર ઠપ્પ થવા પામ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં કોરાના કહેર વચ્ચે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જેમાં કયાંક વરસાદ તો કયાંક ભારે પવન સાથેના વાવાઝોડાએ કહેર વર્તાવ્યો હતો. આ વાવાઝોડા અને વરસાદને લીધે ઉનાળુ બાજરી, મગફળી જેવા ઉભા પાકોને નુકસાન થયાની ભિતી સેવાઈ રહી છે. ખેડૂતોને જાણે એક
પછી એક અણધારી આફતોના સામનો કરવો પડી રહ્યો છે ત્યારે અચાનક આવેલી આ આફતે ખેડૂતોના જીવ તાળવે ચોટાડી દીધા હતા. જિલ્લાના વિવિધ તાલુકાઓના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ફૂંકાયેલ ભારે પવન અને વરસાદી
ઝાપટાથી ગરમીથી રાહત મળી હતી પરંતુ તેની સાથે ગ્રામીણ વિસ્તારોમાં નુકસાન થયું હોવાના અહેવાલ મળ્યા હતા. આ ફૂંકાયેલ ભારે પવન અને ધૂળની ડમરીઓથી વાહન વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો હતો અને કેટલાક રસ્તામાં વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ અણધારી આફતે ફરી એકવાર જગતના તાતને મોટો ફટકો આપ્યો છે. ઉનાળુ પાકો જેવા કે મગફળી અને બાજરીના ઊભા પાકને ભારે પવનથી નુકસાન થયું હોવાનું અનુમાન લાગવાઇ રહ્યુ છે.   
ભીલડી ઃ ભીલડી પંથકમાં વરસાદી માહોલ વચ્ચે વાવાઝોડા સાથે વરસાદનું આગમન થયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભીલડી પંથકમાં વરસાદની શરૂઆત થઈ છે. પરંતુ ખેડૂતોના ઉનાળુ બાજરી, મગફળી, જેવા પાકોને નુકસાન થઈ શકે છે. ત્યારે ભારે પવન સાથે વરસાદનું આગમન થતા ખેડૂતોને બાજરીના પાકો પડી જવાથી મોટુ નુકસાન થઈ શકે છે. એક બાજુ કોરોનાનો કહેર બીજી બાજુ કુદરતી આફતો વચ્ચે ખેડૂતો ચિતિંત બન્યા છે. જેમાં શુક્રવારની વહેલી સવારથી ગરમીનો પારો વધ્યો હતો. જે સાંજના સમયે વાવાઝોડા સાથે પવન અને વરસાદ આવતા ખેડૂતોની બાજરીનો પાક પડી ગયો હતો. તેમજ મકાનો અને તબેલાના પતરાઓ ઉડી ગયા હતા, બીજી બાજુ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ધાનેરા ઃ ધાનેરા તાલુકામાં શુક્રવારના ૩ વાગ્યાના સુમારે જોરદાર પવન સાથે આંધી આવતા ૫ ફુટના અંતરમાં દેખાવુ પણ બંધ થવા પામ્યુ હતુ. આ આંધી એક કલાક ચાલતા ગામડાઓમાં કેટલાય લોકોના
પતરાવાળા મકાન અને પશુઓ માટે બનાવેલ સેડ ઉડ્‌યા હોવાના સમાચાર મળ્યા હતા. જ્યારે વરસાદ નહીવત પડ્‌યો હ્‌તો. જેથી ધાનેરા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ દરેક ગામડે પોતાની ટીમો દ્વારા આ બાબતે તપાસ શરૂ કરાવી હતી
કાંકરેજ  ઃ કાંકરેજ તાલુકામાં બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો. એકાએક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. ત્યારબાદ પુર ઝડપે પવન ફૂંકાયો હતો. ખેતરમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને ગરીબ
પરિવારના ઘરના છાપરા ઉડી જવા પામ્યા હતા. ગરીબ
પરિવારના ઘરની વસ્તુઓ પણ ઉડી ગઈ હતી. જ્યારે પવનના સુસવાટા બાદ ગાજવીજ સાથે ધીરી ધારે ઝરમર ઝરમર વરસાદ થયો હતો. જેના કારણે લોકોને અંગ દઝાડતી ગરમીથી રાહત થઈ હતી. તો ક્યાંક ક્યાંક  ખેડૂતોને પારાવાર નુકસાન થયું હતું.
ડીસાઃ   ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ઝેરડા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સુસવાટા સાથે એકાએક ભારે પવન ફુંકાતા લોકોમાં હલચલ મચી ગઇ હતી. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નિર્સગ વાવાઝોડાની અસર જોવા મળી હતી. અચાનક જ સુસવાટા સાથે ભારે પવન ફુકાયો હતો. આકાશમાં કાળા ડીબાંગ સાથે વાદળો ઘેરાયા હતા. ભારે પવન ફુંકાતા ધુળની ડમરીઓ ઉડી હતી. ઘણા સમયથી લોકો અસહય ગરમીમાં ઉકળાટ અનુભવી રહ્યા હતા. ભારે પવન અને વાદળછાયા વાતાવરણથી લોકોમાં ઢાઢક પ્રસરી હતી. ઝેરડા, સહિત બનાસકાંઠા જિલ્લાના કેટલાક ગામડાઓમાં વરસાદના ઝાપટા થયા હતા. તેમજ ઝેરડામાં વરસાદ પડ્‌યો હતો. આમ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં નિર્સગ વાવાઝોડાની અસર જોવા મળી હતી. અચાનક આવેલા વાતાવરણના પલટાથી જગતનો તાત ચિંતાતુર બન્યો હતો.   

Download Our B K News Today App



Related News