વાતાવરણમાં બફારાનું પ્રમાણ વધતા ખેડૂતો ચિંતિત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-18 11:55:25
  • Views : 462
  • Modified Date : 2020-06-18 11:55:25

અરબી સમુદ્રમાં સર્જાયેલા નિસર્ગ વાવાઝોડાની અસરને લઈ હવામાનમાં અચાનક
પલટો આવતા ઉત્તર ગુજરાત સહિતના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. જેના લીધે ખેડૂતોના
પાકીને તૈયાર થયેલા પાકોને મોટું નુકસાન પહોંચ્યું હતું. ત્યારબાદ હાલમાં ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુવેધર મુજબ અમીરગઢ
પંથકમાં ૩૬.૦ મહત્તમ
તાપમાન નોંધવા પામ્યું છે અને એક તરફ આકાશમાં વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે. તેમજ ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો ઉપર નિસર્ગ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. જોકે પંથકમાં વરસાદે વિરામ લીધા બાદ ખેડૂતોએ બાજરી મગફળી સહિતના પાકો લેવાનું ચાલું કરી દીધું છે. તો બીજી બાજુ વરસાદુ સિઝન માટે કપાસ મગફળીનું વાવેતર કરવાનું પણ ચાલુ કરી દીધું છે. જોકે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ઉનાળુ પાકોને વરસાદથી મોટું નુકસાન તો થયું જ છે પરંતુ દસ બાર દિવસ સુધી વરસાદ ના પડે તો પશુઓ માટે સૂકો ઘાસચારો તેમજ બાજરી અને મગફળીનો પાક ઠેકાણે કરી શકાય તેમ છે. તેમજ વરસાદી સીઝનના કપાસ અને મગફળીના પાકોની વવાણીનો સમય સમય ચાલતો હોઇ આગોતરી વાવણી કરી શકાય તેમ છે.

Download Our B K News Today App



Related News