સરહદી ઢીમા, વાવ પંથકમાં ભરશિયાળે ભારે ગાજવીજ સાથે વરસાદી માહોલ, ખેડૂતો ચિંતિત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-02 11:48:51
  • Views : 531
  • Modified Date : 2019-11-02 11:48:51

સરહદી વાવ અને યાત્રાધામ ઢીમા વિસ્તારમાં લાભ પાંચમનાં સાંજે ચાર વાગે ભારે પવન સાથે વાવાઝોડું અને ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદી માહોલ સર્જાયો હતો. ત્યારે ભરશિયાળે સર્જાયેલ હતો. ત્યારે ખેડૂતોમાં પણ ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એકબાજુ શિયાળુ સીઝન આવી ગઈ છે. તો વળી ખેડૂતો પોતાનાં ખેતરોમાં ખેડાઈ કરી રહ્યા છે ત્યારે જુવાર બાજરી સહિતનાં કઠોળના પાક ખેતરોમાં વરસાદને કારણે બગડશે ત્યારે જગતનો તાત ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યો છે.
ભારે ગાજવીજ સાથે સર્જાયેલ માહોલ જાણે ચોમાસુ સીઝન ચાલુ થઈ હોય તેમ વરસાદી માહોલને પગલે ખેડૂતોમાં ચિંતાની લાગણીઓ વ્યાપી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરહદી વિસ્તારમાં થયેલ નુકશાનને પાકવિમો આપવાની જાહેરાતો માત્ર ચૂંટણીઓ માટે જ ઔપચારિક જાહેરાત કરવામાં આવી હોય તેમ ખેડૂતોમાં પણ સરકાર સામે રોષની લાગણીઓ ફેલાઈ છે.

Download Our B K News Today App



Related News