ધાનેરા તાલુકામાં તરબુચ અને ટેટીની ખેતી કરતા ખેડૂતો બેહાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-18 11:35:46
  • Views : 645
  • Modified Date : 2020-04-18 11:35:46

ધાનેરા તાલુકામાં આ વર્ષે તરબૂચ અને શક્કરટેટીની મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવી હતી. પરંતુ કોરોના મહામારીને કારણે પોતાનો પાક જિલ્લા બહાર નથી મોકલી શકતા, જેથી ખેડૂતોને પોતાનો અમૂલ્ય પાક ફેંકી દેવાનો વારો આવ્યો છે. આ બાબતે ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલે ધાનેરા અને
દાંતીવાડા તાલુકાના ખેડૂતોને આંતરરાજ્યમાં પોતાનો માલ
પહોંચાડવા માટે મંજૂરી આપવા પણ રજૂઆત કરી છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી ધાનેરાના ખેડૂતો રોકડિયા પાક તરફ વળ્યા છે. આ વર્ષે ધાનેરા તાલુકામાં અંદાજે ૫૦૦ વીઘાથી વધુ જમીનમાં તરબૂચ અને ટેટીનું વાવેતર કરવામાં આવેલ છે. આ વર્ષે તરબૂચ અને ટેટીનો સારો એવો પાક તૈયાર થયો છે. આ મોટા ભાગનો માલ રાજસ્થાનમાં જતો હતો અને ખેડૂતો દર વર્ષે તરબૂચ અને ટેટી ૧૫ થી ૨૦ રૂપિયે કિલો વેચાતી હોવાથી ખેડૂતો ખર્ચ નીકળે એવી કમાણી કરી રહ્યા હતા.
પરંતુ આ વર્ષે કોરોના વાયરસના કારણે જિલ્લાની
બોર્ડર સીલ કરી દેવામાં આવતા તરબૂચ અને સકકરટેટી ની નિકાસ રાજસ્થાન તરફ બંધ થઈ જતા ખેડૂતોને પોતાનો પાક પાંચ રૂપિયે કિલો વેચવાની ફરજ પડી રહી છે તેમ છતાં પણ આ માલ લેવા કોઇ ત્યાર નથી.  આમ ખેડૂતોને પોતાના મોઘા ભાવના ખાતર બિયારણ ખર્ચ કરતાં મોટુ નુકસાન વેઠવું પડી રહ્યુ છે. આ બાબતે ધારાસભ્ય નથાભાઇ
પટેલે જિલ્લા કલેક્ટરને પત્ર લખીને  જણાવ્યુ છે કે, ધાનેરા, દાંતીવાડા, પાલનપુર, ડીસા તાલુકામાં તરબૂચ અને શક્કરટેટીનો પાક તૈયાર થઇ ગયેલ છે. શક્કરટેટી પાક્યા પછી નિકાલ કરવામાં ન આવે તો બગડી જતાં ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે. જેને લઇ કલેક્ટરને પત્ર લખી ટ્રાન્સપોર્ટ મારફત અન્ય રાજ્યોમાં અને ગુજરાતમાં ટેટી અને તરબૂચના વેચાણ માટે વ્યવસ્થા કરવા ભલામણ કરવામાં આવી છે. આ સાથે ધાનેરા તાલુકામાં ખેડૂતોના ખેતરમાં પાણી ઉંડા જવાથી બોર બનાવવા સિમેન્ટની પાઇપોની જરૂરિયાત પડે છે. તો પાઇપ મોરબીથી લાવવાની થાય છે તો ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવા પણ ભલામણ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News