ભીલડી વિસ્તારમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો બન્યા પાયમાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-04 11:33:59
  • Views : 597
  • Modified Date : 2019-11-04 11:33:59

હાલમાં ચોમાસુ સીઝન
પુરજોશમાં ચાલી રહ્યુ હોવાથી ખેડૂતો દ્વારા પોતાના પાકો લેવામાં મગ્ન હતા. તેવામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં શનિવારે સાંજે વરસાદ થતાં ખેડૂતોના
પાકમાં ભારે નુકસાન થયું હતું. જેમાં મગફળી, તલ, અડદ જેવા પાકો સડી જવાની ભીતિ સેવાઇ રહી છે. ખેડૂતના મુખમાં આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે. બીજી તરફ ભીલડી માર્કેટ યાર્ડમાં લાભપાંચમના ચાલુ થતાં ખેડૂતોની મગફળીની આવક દસ હજાર બોરી હતી અને શનિવારની આઠ હજાર બોરીની આવક થતા
વેપારીઓમાં ખુશી જોવા મળી રહી હતી. પરંતુ શનિવારે સાંજે વરસાદ ખાબકતા લગભગ આઠ હજાર બોરી જેવી મગફળીની બોરીઓ પલળી જવા પામી હતી. જેમાં વેપારીઓ અને ખેડૂતોને મોટુ નુકસાન થવા
પામ્યુ છે. ત્યારે રાજય સરકાર યોગ્ય સહાય આપે તેવી માંગ ઉઠી રહી છે.

Download Our B K News Today App



Related News