બનાસકાંઠા જિલ્લામાં પાણી તળ ઉંડા જતા ડીસા તાલુકાના શેરપુરા ગામના ખેડૂતનું ભગીરથ કાર્ય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-28 12:04:17
  • Views : 527
  • Modified Date : 2021-03-28 12:04:17

બનાસકાંઠામાં દિવસે દિવસે પાણીના તળ ઉંડા જતા ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તીવ્ર તંગી સર્જાય છે ત્યારે શેરપુરા ગામના એક જાગૃત ખેડૂતે સરકાર પાસે મદદ મંગાવાને બદલે ચોમાસામાં વેડફાતા
પાણીનો સંગ્રહ કરી આ પાણીથી આખુ વર્ષ ખેતી કરી શકાય તે માટે સ્વખર્ચે ભગીરથ કાર્ય શરૂ કર્યું છે.
ડીસા તાલુકાના શેરપુરા ગામના અણદાભાઈ જાટે  સરકાર કે કુદરત સામે લાચાર બનીને મદદ માગવાના બદલે ચોમાસામાં વેડફાતા પાણીનો સંગ્રહ કરીને આખું વર્ષ ખેતી કરી શકાય તે માટે પોતાના ખેતરમાં ભગીરથ કાર્ય હાથ ધર્યું છે.  અણદાભાઈ હાલમાં ધુણસોલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમની શેરપુરા ગામમાં ૧૦ વીઘા જેટલી જમીન આવેલી છે. છેલ્લા ઘણા વર્ષોથી
પાણીના તળ ઉંડા જતા તેઓ પણ સિંચાઈ માટે પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા હતા. તેવામાં અણદાભાઈને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આર્ત્મનિભર બનવાની વાત યાદ આવતા  તેઓએ સરકાર સામે મદદ માગવાને બદલે કે પછી કુદરત સામે લાચાર બની આજીજી કરવાને બદલે જાતે જ આનો હલ કરવાનું વિચાર્યું, અને તેઓએ પોતાની જમીનમાં બોર બનાવવાના  બદલે પોતાના સ્વખર્ચે ખેત તલાવડી બનાવવાનું વિચાર્યું. અને શનિવારેે તેઓએ ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળી, ગામના આગેવાનોના હસ્તે ખેતરમાં ખેત તલાવડી બનાવવાનો શુભારંભ કર્યો હતો.

Download Our B K News Today App



Related News