વાવના ભાખરી ગામે વીજળી પડતાં ખેડૂતનું ભડથું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-16 11:48:34
  • Views : 702
  • Modified Date : 2019-11-16 11:48:34

સરહદી વાવ તાલુકામાં બે દિવસથી કમોસમી વરસાદને
પગલે ભારે ગાજવીજ અને વીજળીના કડાકા ભકડા સાથે વરસી રહેલ વરસાદની વચ્ચે વાવના ભાખરી ગામના ખેડૂતના ખેતરમાં ઝૂંપડાં પર વીજળી પડતાં ભડથું થઈ ગયું હતું અને ઘટના સ્થળે જ મોત થયું હતું. બ્રાહ્મણ માનજીભાઈ ગંગારામભાઈનું મોત થયું છે. ત્યારે ઝૂંપડામાં રહેલી તમામ ઘરવખરી બળીને ભસ્મ થઈ જવાં પામી હતી. સમગ્ર ઘટનાને પગલે વાવ મામલતદાર સહિત પોલીસ અને મેડિકલ ઓફિસર સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે સરહદી પંથકમાં અરેરાટીઓ ફેલાઈ છે.
મળતી માહિતી મુજબ સરહદી વાવ તાલુકાના બે દિવસ પૂર્વે કમોસમી વરસાદને પગલે ભારે વીજળીને કારણે વાવ તાલુકાના ભાખરી ગામની સીમમાં ઝૂંપડાં પર પડતાં ગામનાં જ ખેડૂત અને ખેતરમાં એકલા રહેતાં બ્રાહ્મણ માનજીભાઈ ગંગારામભાઈનું ઘટનાં સ્થળે જ મોત થયું હતું. જોકે સમગ્ર માહિતી
પરિવારજનો અને ગ્રામજનોને બીજા દિવસે થઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા ખેડૂતના ખેતરે જઈને પંચનામું કર્યું હતું. ત્યારે આ સમાચાર વાયુ વેગે પ્રસરી જતાં ગ્રામજનો સહિત ભાખરી
સરપંચ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતાં.

Download Our B K News Today App



Related News