ડીસા તાલુકાના શેરપુરા ગામના ખેડૂતની અનોખી ખેતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-26 11:49:03
  • Views : 1591
  • Modified Date : 2020-10-26 11:49:03

ડીસા તાલુકાનાં શેરપુરા ગામના એક બાર પાસ યુવકે મધનું મબલખ ઉત્પાદન કરીને નાણાં ઉપાર્જિત કરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. નામ છે પ્રકાશભાઈ જાટ. પ્રકાશભાઈ જાટ પોતાની મધ ઉત્પાદનથી હાલ ઘરે બેઠા લાખો રૂપિયા કમાઈ રહ્યાં છે. આ ખેડૂતથી પ્રભાવિત થઈને અન્ય દેશના અન્ય ખેડૂતોએ પણ મધના
ઉત્પાદનનો વ્યવસાય શરૂ કર્યો છે.
 બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી છોડી અન્ય વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છે. ૨૦૧૬માં ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે હતા તે સમયે તેમને સ્ટેજ પર થી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને આહ્વાન કર્યું હતું કે બનાસકાંઠા જિલ્લાનું ખેડૂત હાલમાં ખેતીક્ષેત્રે સારી એવી પ્રગતી કરી રહ્યા છે પરંતુ તેની સાથે સાથે બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતો શ્વેત ક્રાંતિ તરફ જવું જોઈએ જેનાથી આવનાર સમયમાં ખેડૂતોએ
પોતાની ખેતીમાંથી શ્વેત ક્રાંતિમાં સારી એવી કમાણી કરી શકે ત્યાંથી લઈ બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરી દ્વારા મધમાખી ઉછેર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા શરૂઆતમાં બે-ચાર ખેડૂતોએ મધમાખી ઉછેર કેન્દ્રો શરૂ કર્યા હતા અને જેમાં ખેડૂતોને સારી આવક પણ થઈ હતી અને આ તમામ ખેડૂતોની પ્રેરણાથી અન્ય ખેડૂતો પણ મધમાખી ઉછેર કેન્દ્ર સાથે જોડાયા હતા અને જોતજોતામાં હાલ બનાસકાંઠા જિલ્લામાં અનેક ખેડૂતો મધમાખી ઉછેર કેન્દ્રો શરૂ કર્યા છે અને લાખો રૂપિયાની કમાણી પણ ખેડૂતો મધમાખી ઉછેરમાંથી કરી રહ્યા છે.
ડીસા તાલુકામાં આવેલા શેરપુરા ગામના  પ્રકાશભાઈ જાટે અભ્યાસ તો માત્ર બાર ધોરણ સુધી જ કર્યો છે પરંતુ તેમનામાં રહેલી પ્રતિભાના તે ધની છે. પ્રકાશભાઈ જાટ
પોતાની સવા એકર જમીન પર ચીલાચાલુ ખેતી કરવાના બદલે અત્યારે મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવી રહ્યા છે અને વર્ષે લખો રૂપિયાની આવક રળી રહ્યા છે. એસિયાની પ્રથમ નંબરની ડેરી એવી બનાસ ડેરીના સહયોગથી તેમને મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું હતું. વર્ષ ૨૦૧૬માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન બાદ પ્રકાશભાઇએ બનાસ ડેરીનો સંપર્ક કર્યો અને બનાસ ડેરીમાં મધમાખી ઉછેર કેન્દ્ર માટે સાત દિવસની તાલીમ લીધી. ત્યારબાદ પ્રથમવાર વર્ષ ૨૦૧૭માં તેમને પોતાના ખેતરમાં મધમાખી ઉછેરકેન્દ્ર શરૂ કર્યું. શરૂઆતમાં પ્રકાશભાઇએ તેમના ખેતરમાં માત્ર ૧૦ બોક્ષ લગાવ્યા હતા અને ત્યારબાદ બીજા વર્ષે ૨૦૧૮માં આ બોક્ષની સંખ્યા ૧૦૦ કરી દીધી. અને વર્ષે એક લાખ રૂપિયાના મધની આવક કરવા માંડ્યા. બસ ત્યારથી જ પ્રકાશભાઈને મધમાખી ઉછેર કેન્દ્રનો વ્યવસાય ફાવી ગયો. અને ત્યારબાદ તો પ્રકાશભાઈ વર્ષે વર્ષે તેમના ખેતરમાં મધમાખીના બોક્ષ વધારવા માંડ્યા અને અત્યારે તેમના ખેતરમાં મધમાખીના ૯૦૦ બોક્ષ લગાવેલા છે અને તેના દ્વારા વર્ષે ૩૫૦૦૦ કિલો મધનું ઉત્પાદન કરી રહ્યા છે. પ્રકાશભાઈને આશા છે કે આગામી વર્ષમાં તેઓ વર્ષે આ ઉત્પાદન વધારીને ૪૫ હજાર કિલો સુધી પહોંચાડી દેશે.
પ્રકાશભાઈના ખેતરમાં તૈયાર કરવામાં આવેલા મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લેવા માટે દૂર દૂરથી ખેડૂતો આવી રહ્યા છે. પ્રકાશભાઈના મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાતે આવેલ દશ ખેડૂતોએ પણ પોતાના ખેતરમાં મધમાખી કેન્દ્ર શરૂ કર્યા છે.  અને સારી એવી આવક રળી રહ્યા છે. પ્રકાશભાઈ ના ખેતરે આવેલા ખેડૂતો જણાવી રહ્યા છે કે અમે પહેલા નાની-નાની ખેતી કરી ખેતીમાં નુકસાન વેઠી રહયા હતા પરંતુ જાતિ પ્રકાશભાઈના મધ ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી છે
ત્યાંથી અમે પણ આવત ઉછેર કેન્દ્રની શરૂઆત કરી છે અને હાલમાં ખેતીની સાથોસાથ મદદથી અમે લોકો પણ સારી એવી કમાણી કરી રહ્યા છીએ.

Download Our B K News Today App



Related News