ખેડૂતો- ઉદ્યોગો- વેપારીઓ- ગરીબો વગેરે માટે રાહત પેકેજની તૈયારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-24 14:18:38
  • Views : 890
  • Modified Date : 2020-04-24 14:18:38


ખેડૂતો- ઉદ્યોગો- વેપારીઓ- ગરીબો વગેરે માટે રાહત પેકેજની તૈયારી

વડાપ્રધાન મોદી અને નાણામંત્રી સિતારામન વચ્ચે મહત્વની બેઠકઃ અર્થતંત્રને ઓકિસજન પુરૂ પાડવા પ્રયાસઃ ઉદ્યોગોએ ૯ થી ૨૩ લાખ કરોડના પેકેજની માંગણી કરી છેઃ ઉદ્યોગોને સરકાર સરળ અને સસ્તી લોન આપે તેવી શકયતાઃ નાના અને મધ્યમ ઉદ્યોગોના હિતોનું પણ રક્ષણ થશેઃ ગ્રામીણ અને શહેરી ગરીબોને રાહત મળે તેના પર પણ પેકેજમાં ભાર મુકાશેવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નાણામંત્રી નિર્મલા સિતારામન સાથે બેઠક યોજી રહ્યા છે. જેમાં કોરોના મહામારીથી પ્રભાવિત ગ્રામીણ અને શહેરી ગરીબો, પરપ્રાંતીય મજુરો ખેડૂતો, નાના અને મધ્યમ ઉદ્યોગો માટે રાહત પેકેજને મંજુરી આપે તેવી શકયતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ મોદી બેઠકમાં કોરોનાને નિપટવાના કનિદૈ લાકિઅ મુદ્દે ચર્ચા  કરી રહ્યા છ સાથોસાથ બીજા આર્થિક પેકેજ માટે પણ ફેંસલો થઈ શકે છે. આજે બપોરે યોજાઈ રહેલી આ બેઠકમાં એમએસએમઈ માટે રાહત આપવા ઉપર પણ ચર્ચા થશે. સાથોસાથ પીએમ ખેડૂતોની આવક અને કૃષિ સંકટ પર પણ ચર્ચાકરશે. એવુ મનાય છે કે આજની બેઠકમાં બીજા રાહત પેકેજ પર મહત્વનો  નિર્ણય લેવાશે. આ અંગેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. વર્તુળોના જણાવ્યા પ્રમાણે બેતબક્કે રાહત ઉપાયોની જાહેરાત થશે. આમાથી કેટલાક પગલાઓ નાણા મંત્રાલય તો કેટલાક રીઝર્વ બેન્ક જાહેર કરશે. તાજેતરમાં જ મહત્વના લોકોની એક બેઠકમાં આ અંગે ચર્ચા વિચારણા થઈ હતી. જેમાં ઉર્જિત પણ જોડાયા હતા. રાજ્યો તરફથી મળેલા સૂચનો પર પણ વ્યાપક ચર્ચા થઈ હતી. આ પેકેજમાં ગ્રામીણ અને શહેરી ગરીબોને રાહત આપવા પર ભાર મુકાશે. દેશના વિધ સ્થળે ફસાયેલા મજુરો, સમાજના નબળા લોકો, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને રાહત મળશે. સાથોસાથ કોરોનાથી પ્રભાવિત વિસ્તારો માટે પણ કનિદૈ લાકિઅ સારા સમાચાર મળશે. જ્યાં સુધી ઉદ્યોગોનો સવાલ છે તો સરકારનો પ્રયાસ હશે કે ઉદ્યોગોને સરળ અને સસ્તી લોન મળે. સાથોસાથ નાના ઉદ્યોગોને ક્રેડીટ ગેરેંટી ફંડ ટ્રસ્ટમા વધુ પૈસા મુકી શકે તેવી વ્યવસ્થા થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અગાઉ જાહેર ૧.૭૦ લાખ કરોડના પેકેજ કરતા આ પેકેજ મોટુ હશે. ઉદ્યોગો, ચેમ્બર, સીઆઈઆઈ અને ફીક્કી ૯ થી ૨૩ લાખ કરોડના પેકેજની માંગણી કરી રહ્યા છે. એક મહિનાથી વેપાર-ધંધા ઠપ્પ થતા વેપારીઓ અને ઉદ્યોગપતિઓને નાણાકીય સંકટનો સામનો કરવો પડી રહ્યો છે તેથી તેઓ તાત્કાલીક સહાયની માંગણી કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News