કૃષિ કાયદાથી જમીન માલિક ખેડૂત ખેત મજુર બનીને રહી જશે ઃ અમિત ચાવડા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-09 11:45:02
  • Views : 321
  • Modified Date : 2021-01-09 11:45:02

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ નવા કૃષિ બિલનો અનેક ખેડૂતોએ વિરોધ કર્યો છે.  સરકાર દ્વારા આ બિલ અંગેના ફાયદાઓ બતાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ દિલ્હી સરહદે છેલ્લા દોઢ મહિનાથી દેશના ખેડૂતો આ બિલને રદ કરવાની માંગ સાથે આંદોલન ચલાવી રહ્યા છે. આંદોલનમાં કોંગ્રેસ સહિત દેશના રાજકીય
પક્ષો સમર્થન આપી રહ્યા છે. ગુજરાતમાં પણ કોંગ્રેસે ખેડૂતોને આ બિલ અંગેના ગેરફાયદા વિશે માહિતગાર કરવા ગામે ગામ કાર્યક્રમો આપી રહી છે. માણસામાં પાટીદાર વાડીમાં ખેડૂત અધિકાર સંમેલન યોજાયું હતું. જેમાં પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે, આ કાયદાથી ખેડૂતો ખેત મજુર બનીને રહી જશે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, નવા ત્રણે કાયદાથી ખેડૂતો પાયમાલ થશે અને ફક્ત ઉદ્યોગ ગૃહો માટે બનેલા આ કાયદાથી જમીન માલિક ખેડૂત ખેત મજુર બનીને રહી જશે. આ કાયદાથી સંગ્રહખોરી વધશે જેના લીધે આમ નાગરિકોને પણ મોંઘવારીમાં પીસાવું પડશે
એપીએમસી જેવી સંસ્થાઓ આ કાયદાથી બંધ થશે તો ખાનગી એપીએમસીવાળા ઉદ્યોગ ગૃહો પોતાની મનમાની મુજબ ખેડૂતો પાસેથી અનાજ ખરીદી લેશે. ટેકાના ભાવે ખરીદી આ બાબતે સરકાર બંધાયેલી નથી. જેનો ફાયદો મોટા વેપારીઓનો થશે જેથી આ બિલનો તમામ ખેડૂતો અને નાગરિકોએ ગામેગામ વિરોધ કરવો જાેઈએ અને ખેડૂત ભાઈઓના સમર્થનમાં જાેડાઈ જવા આજના સંમેલનમાં હાજર તમામ લોકોને અપીલ કરવામાં આવી હતી.
માણસા કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારના નવા કૃષિ બિલના વિરોધમાં ખેડૂત અધિકાર સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, ધારાસભ્ય સુરેશભાઈ પટેલ, સી. જે. ચાવડા, બળદેવજી
ઠાકોર સહિત અગ્રણીઓએ નવા કૃષિ બિલને ખેડૂત વિરોધી અને આવનારા સમયમાં તે કેટલું નુકસાનકારક સાબિત થશે તે બાબતે હાજર ખેડૂતો, કાર્યકરો અને નાગરિકોને સમજ આપી પોતાના અધિકાર માટે ખેડૂતોને સમર્થન આપવા
અપીલ કરી હતી.

Download Our B K News Today App



Related News