ખેડબ્રહ્માના ટી.આર.બી. કર્મચારીનું સન્માન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-29 14:18:21
  • Views : 361
  • Modified Date : 2020-01-29 14:18:21

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે ટી.આર.બી. કર્મચારી તરીકે ફરજ બજાવતા હેમાંગકુમાર યશવંતભાઈ રાવલનું  ૭૧માં પ્રજાસત્તાક દિન સાબરકાંઠા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલીક દ્વારા સન્માન કરવામાં આવતા ખેડબ્રહ્મા શહેર તેમજ તાલુકાનું ગૌરવ વધારતા આનંદની લાગણી ફેલાઈ છે. ખેડબ્રહ્મા ખાતે ટી.આર.બી.ની કામગીરી કરતા ઉપરોક્ત કર્મચારીએ તેમની ફરજ દરમિયાન નંબર પ્લેટ વગરની મોટર સાયકલ આવતા તેને પોકેટ કોપ દ્વારા ઓનલાઈન સર્ચ કરતા આ આરોપી પાસેની મોટર સાયકલ ચોરી કરી લાવેલ હોવાની માહિતી ધ્યાનમાં આવતા આ કર્મચારી દ્વારા વધુ પુછપરછ કરતા મોટર સાયકલ ચોરીના પાંચ બનાવની હકીકત જણાતા તેની પાસેથી રૂ. ૧,૧૦,૦૦૦/-નો મુદ્દામાલ રીકવર કરી સાબરકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થતિ સુદ્રઢ બનાવવાની પ્રશંસનીય કામગીરીમાં સહભાગી થવા બદલ સાબરકાંઠા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલીક દ્વારા પ્રાતિજ ખાતે ઉજવવામાં આવેલ પ્રજાસત્તાક દિને સન્માન કરી સન્માનપત્ર એનાયત કરતા સમગ્ર તાલુકામાં આનંદની લાગણી સાથે તાલુકાનું ગૌરવ વધારેલ છે. 


Download Our B K News Today App



Related News