ખેડા જિલ્લાની પાંચ નગર પાલિકાના કરોડો રૂપિયાનાં વીજ બિલ બાકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-22 16:16:44
  • Views : 813
  • Modified Date : 2019-07-22 16:16:44

ખેડા જિલ્લાની અનેક નગરપાલિકાઓ તથા ટેલિફોન કચેરીઓને માથે દોઢ કરોડના વિજબીલોનું દેવું ચઢ્યું છે. જેમાં મહુધા,ઠાસરા, બાલાસિનોર, મહેમદાવાદ અને ખેડા જેવી મહત્વની નગરપાલિકાના લાખોના બીલ વસૂલ કરવામાં ગુજરાત વિજ કંપની નિષ્ફળ નિવડી છે. સામાન્ય રીતે નાનકડું બીલ બાકી રાખતા નાગરિકોના મીટર કાપી લેતી વિજ કંપની ખેડા જિલ્લામાં આવા લાખો કરોડોના ઉઘરાણા સામે લાચાર બની ગઇ છે. મધ્ય ગુજરાત વિજ કંપની લીમીટેડ ખેડા જિલ્લામાં વિજળી પુરી પાડવાનુ કામ કરે છે.પરંતુ હમણાં જ મળતી માહિતી અનુસાર ખેડા જિલ્લાની વિવિધ નગરપાલીકા અને બી.એસ.એન.એલ કંપનીના જ કરોડો રૂપિયાના બાકી વિજબીલ સામે કોઇ જ કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો થયા છે. જિલ્લામાં કુલ ૧૧ નગરપાલિકા છે. જેમાંથી પાંચ નગરપાલિકા જેવી કે મહુધા, ઠાસરા, બાલાસિનોર, મહેમદાવાદ અને ખેડા નગરપાલિકાના કુલ ૧૩૯.૪૯ લાખ રૂપિયાના વિજબીલના નાણાં ચૂકવણા થયા નથી. જેમાં સૌથી વધુ બાકી વિજબીલ બાલાસિનોર નગરપાલિકાનું રૂા.૭૨.૪૩ લાખ છે. જ્યારે સૌથી ઓછું મહુધા નગરપાલિકાનું ૬.૬૪ લાખ રૂપિયા છે. એમ.જી.વી.સી.એલના એક અધીકારીને પુછતા તેમણે જણાવ્યું હતુ કે બાકી પડતાં લાઈટબીલ વહેલાં ભરાય તે માટેની કામગીરી સતત કરવામાં આવે છે. મોટા ગ્રાહકોને નોટીસો પણ પાઠવવામાં આવે છે . નગરપાલીકા દર મહિને પૈસા ચુકવી દે છે પરંતુ અમુક રકમ ડયુ  રહે છે  અને માર્ચ મહિના અંતે નગરપાલીકાના બાકી નાણાંની વસુલાત માટે નગરની સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપી નાંખીએ છીએ. એટલે આખરે તો સહેવાનું પ્રજાજનોને જ થાય છે. નગરપાલિકાના અધિકારીઓ એસી,  પંખા અને ફૂલફર્નિશ્ડ ઓફિસમાં શાંતિથી બેસી રહે છે, જ્યારે સ્ટ્રીટ લાઇટ બંધ થતા નગરના રહીશો હેરાન પરેશાન થાય છે. એ જ રીતે ખેડા જિલ્લાના ભારતીય સંચાર નિગમ લિ.નું બાકી વિજબીલ ૩૬.૩૨ લાખ છે. જેમાં બીએસએનએલની જિલ્લામાં કુલ ૧૯ ઓફિસો છે. જેમાં સૌથી વધુ બાલાસિનોર-૧નું ૩.૭૩ લાખ અને સૌથી ઓછું કઠલાલ બ્રાન્ચનું ૭૬,૦૦૦ બાકી વિજ બીલ છે. ખેડા જિલ્લામાં નગરપાલિકાઓ અને બીએસએનએલની કંપનીઓના જ કરોડો રૂપિયાના વિજળીના બીલોના ચૂકવણા થયેલ નથી. ત્યારે એમજીવીસીએલ દ્વારા પક્ષપાત થતો હોવાના આક્ષેપો નગરજનો કરી રહ્યા છે.  સરકારી કચેરીઓના મીટર કાપવામાં આવતા નથી.જ્યારે સામાન્ય નાગરીકની નાનકડી રકમનું બીલ પણ બાકી હોય તો કનેક્શન કાપવા સુધીની કામગીરી જોરશોરથી કરવામાં આવે છે. પરંતુ સરકારી કર્મચારીઓ બીલ ન ભરીને પણ પોતાની ઓફિસોમાં લાઈટ, પંખા, કુલર,અને એ.સી વાપરી શકે છે. 

કોના કેટલા ટેલિફોન બિલના નાણાં બાકી

ક્રમ

બીએસએનએલ

બાકી નાણાં(લાખમાં)

નડિયાદ(પશ્ચીમ)

૧.૬૯

નડિયાદ(પૂર્વ)

૧.૪૪

નડિયાદ(ગ્રામ્ય)

૧.૨૦

વસો

૧.૮૩

ચકલાસી

૨.૬૮

ડાકોર

૧.૮૩

મહુંધા

૦.૮૧

ઠાસરા

૩.૩૬

બાલાસિનોર-૧

૩.૭૬

૧૦

બાલાસિનોર-૨

૧.૨૦

ક્રમ

બીએસએનએલ

બાકી નાણાં(લાખમાં)

૧૧

મહેમદાવાદ

૩.૬૧

૧૨

ખેડા

૨.૨૮

૧૩

કઠલાલ

૨.૪૨

૧૪

કપડવંજ(ટાઉન)

૩.૦૩

૧૫

કપડવંજ(ગ્રામ્ય)

૦.૯૦

૧૬

હળદરવાસ

૦.૮૮

૧૭

કપડવંજ(પશ્ચીમ)

૧.૬૨

૧૮

લિંબાસી

૦.૭૬

૧૯

કઠલાલ-૨

૦.૭૬


કુલ બાકી  નાંણા36.32


Download Our B K News Today App



Related News