લોકોની સુરક્ષા કરતા એએસઆઈના ઘરમાં જ ખાતર પાડ્‌યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-20 10:55:55
  • Views : 376
  • Modified Date : 2020-02-20 10:55:55

ગાંધીનગર જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે, ત્યારે પોલીસ વામણી સાબિત થઇ રહી છે. બે દિવસ પહેલા જ વાવોલ પંથકમાં હાહાકાર મચાવી નાખ્યો હતો. ત્યારે આજે લોકોને સુરક્ષા પૂરી પાડતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ના ઘરમાં જ તસ્કરોએ ખાતર પાડયું હતું. છાલામાં આવેલા એએસઆઇના ઘરમાં તસ્કરોએ ખાતર પાડી બે લાખ રૂપિયા જેટલી મત્તાની ચોરી કરી છૂમંતર થઈ ગયા હતા.
ચિલોડા પંથકમાં બેફામ બનેલા તસ્કરોએ બે દિવસ
પહેલાં એક સાથે ત્રણ મકાનોના તાળા તોડ્‌યા બાદ હવે એક
પોલીસ જવાનના ઘરે જ ખાતર પાડ્‌યું છે. કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં એએસઆઈના છાલા ખાતેના ઘરમાં ચોરી થઈ છે. મળેલી માહિતી પ્રમાણે સે-૨૧ ખાતે રહેતાં મહોમંદ યાસીન કરીમમીયા મલેક (૫૭ વર્ષ)નું વતન છાલા ખાતે ઘર આવેલું છે. બુધવારે સવારે તેઓ ગાંધીનગર સ્થિત ઘરે હતા ત્યારે ભત્રીજાએ ફોન પર છાલા ખાતે ચોરીની જાણ કરી હતી.  યાસીન મલેકે છાલા જઈને તપાસ કરતાં ઘરની આગળ ઓસરીમાં લોખંડની જાળી તથા મુખ્ય દરવાજાને મારેલા તાળા તૂટેલા હતા. ઘરનો સામાન વેરવિખેર પડ્‌યો હતો અને ઘરમાંથી ૧,૯૧,૫૦૦ મત્તા ગૂમ હતી.  જેથી એએસઆઈ યાસીન મલેકે આ અંગે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના ઘર પાસે તેમના ભાઈનું મકાન આવેલું છે, તેમનો ભત્રીજો ઈમરાન રાત્રે એક વાગ્યા સુધી જાગતો હતો ત્યાં સુધી તેને ઘરમાં તાળુ મારેલું જોયું હતું. જોકે સવારે ૮ વાગ્યે તે જાગ્યો ત્યારે લોક તૂટેલી હાલતમાં હતું. છાલામાં બંધ મકાનમાં ઘૂસેલા તસ્કરો ૧,૬૦,૫૦૦ની કિંમતના સોના-ચાંદીના દાગીના, ૨૫ હજારની કિંમતનું ૩૨ ઈંચનું ટીવી, એક જોડી કપડાં, શુટ અને બ્લેકેટ ઉઠાવીને લઈ ગયા છે. ઘરમાં પડેલી તીજોરીને લોક મારેલું ન હતું, જોકે તીજોરીના ખાનામાં દાગીના મુકીને તેની ચાવી તીજોરીમાં જ બીજા ખાનામાં મુકી હતી.


Download Our B K News Today App



Related News