બનાસકાંઠા જિલ્લામાં મગફળી ખરીદી શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-16 11:38:32
  • Views : 395
  • Modified Date : 2019-10-16 11:38:32

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. જે બાદ વરસાદ વધુ પડતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે  ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની આવક શરૂ થઇ છે. જેમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લો અંતરિયાળ વિસ્તાર છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં બટાકા અને મગફળીનું ખેડૂતો દ્વારા દર વર્ષે મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે. ત્યારે છેલ્લા પાંચ વર્ષથી સતત મંદી સહન કરી રહેલા ખેડૂત આ વર્ષે પણ સારા પૈસા કમાવાની આશાએ મગફળીનું મબલખ ઉત્પાદન કર્યું હતું.
પરંતુ ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વધુ પડતા ખેડૂતોના ખેતરમાં ઊભેલો
પાક પાણીમાં ધોવાઇ ગયો હતો. જેના કારણે સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો હતો. ખેડૂતોનું માનીએ તો છેલ્લા પાંચ વર્ષથી એક
પછી એક ખેડૂતોને મંદી સહન કરવી પડે છે. બટાકામાં બનાસકાંઠા જિલ્લો અને એમાંય ખાસ કરીને ડીસા તાલુકામાં બટાકાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. જેમાં પણ ખેડૂતો સતત નુકસાન વેઠવી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં નુકસાનમાંથી બહાર નિકળવા માટે ખેડૂતોએ  મગફળીનું સારૂ એવું વાવેતર કર્યું હતું. પરંતુ ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વધુ પડતો વરસાદ પડતાં ખેડૂતોનાં ખેતરમાં ઉભેલી મગફળી પાકી જતા ખેડૂતોને ૨૫ ટકા નુકસાન થયું છે. આ બાબતે ખેડૂતો દ્વારા અનેકવાર સરકારમાં રજુવાત કરવામાં આવી છે. ત્યારે હાલ ખેડૂતોની માંગ છે કે સરકાર મગફળીના ટેકાના ભાવ તાત્કાલિક દિવાળી પહેલા જો લગાવવામાં આવે તો જ ખેડૂતોને ફાયદો થાય તેમ છે.
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યો છે. ત્યારે સૌ કોઈ દિવાળીના તહેવારની ઉજવણી કરવા માટે તૈયારી કરી રહ્યા છે. પરંતુ રાત-દિવસ ઉજાગરા કરી લોકોનું પેટ કરતા ખેડૂતો આ વખતે દિવાળી નહીં બનાવી શકે તેઓ ખેડૂતો જણાવી રહ્યા છે જેનું કારણ છે કે ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા સારા ભાવની આશાએ મબલક પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું અને આજથી બગડેલી મગફળીને છોડી વધેલી-ઘટેલી મગફળી વેચવા માટે ડીસા માર્કેટમાં આવ્યા હતા. ત્યારે ખેડૂતોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે. જેના કારણે હાલ અમારે વેચવી છે. જેના કારણે અમારા પરિવારનું ગુજરાત થઈ શકે અને દિવાળી પછી તરત બીજા  પાકનુ ઉત્પાદન લઇ શકીએ. સરકાર પણ મગફળીના ટેકાના ભાવ દિવાળી પછી જાહેર કરે છે જેનો સીધો લાભ ખેડૂતોને નહીં પરંતુ વેપારીઓને થાય છે. કારણ કે ખેડૂતો દિવાળી પહેલા તમામ મગફળી માર્કેટમાં આપી દેતા હોય છે. ત્યારે ખેડૂતો હાલમાં કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક ધોરણે દિવાળી પહેલા મગફળીમાં ટેકાના ભાવ જાહેર કરે તો જ ખેડૂતોને ફાયદો થઇ શકે તેમ છે. 

Download Our B K News Today App



Related News