ટેકાના ભાવ કરતાં મગફળીના ભાવ ઉંચા જતાં ખરીદ કેન્દ્ર ખાલીખમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-27 11:18:02
  • Views : 587
  • Modified Date : 2020-10-27 11:18:02

સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઇ છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ૧૪ કેન્દ્રો ઉપર ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રો શરૂ કરાયા છે. જોકે ટેકાના ભાવ કરતાં માર્કેટયાર્ડમાં મગફળીના વધુ ભાવ મળતાં હોવાથી ખેડૂતો ટેકાના ભાવના ખરીદ કેન્દ્રો ઉપર ફરકતા નથી અને પોતાની મગફળી માર્કેટયાર્ડમાં ખાનગી પેઢીઓ ઉપર વેચી રહ્યા છે.
સરકાર દ્વારા ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ૧૦૫૫ રૂપિયા ટેકાનો ભાવ નક્કી કરાયો હતો. જેને લઈને બનાસકાંઠા જિલ્લામાં ૩૦૨૫૦ જેટલા ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઇન નોંધણી કરાવી હતી. જોકે ટેકાના ભાવે બનાસકાંઠાના ૧૪ તાલુકા મથકોમાં ૧૪ ખરીદ કેન્દ્રો શરૂ કરાયા છે અને ખેડૂતોને મગફળી ભરાવવા આવવા માટે રજીસ્ટ્રેશન પણ કરી દીધા છે અને ખરીદ કેન્દ્રો ઉપર બારદાન, વજન કાંટા સહિતની સામગ્રી સાથે ખરીદ કેન્દ્રો ઉપર સ્ટાફ પણ ગોઠવી દેવાયો છે. જોકે ટેકાના ભાવ કરતા માર્કેટયાર્ડમાં મગફળીના વધુ ભાવ મળતા હોવાથી ખેડૂતો
પોતાની મગફળી ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર ઉપર વેચવાના બદલે માર્કેટયાર્ડમાં મગફળી ભરાવી રહ્યા છે અને મગફળી ખરીદ કેન્દ્રો ખાલીખમ ભાસી રહ્યા છે. સરકાર દ્વારા મગફળીનો ટેકાનો ભાવ જાહેર કરાયો હતો. જેમાં બનાસકાંઠાના ૩૦૨૫૦ જેટલા ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઈન નોંધણી કરાવી હતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાતા ટેકાના ભાવ કરતા માર્કેટયાર્ડમાં ખેડૂતોને મગફળીના સારા ભાવ મળતાં હોવાથી અને પેમેન્ટ તરતજ મળી જતું હોવાથી ખેડૂતો પોતાની મગફળી માર્કેટયાર્ડમાં ભરાવી રહ્યા છે. સરકાર દ્વારા આ વર્ષે ખેડૂતોને
પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મગફળીના ટેકાના ભાવ નક્કી કરાયા હતા. જોકે ખુલ્લા માર્કેટયાર્ડમાં પણ મગફળીના રૂ.૯પ૦ થી ૧ર૦૦ જેવા સારા ભાવ મળતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે.

ભીલડીમાં મગફળી ખરીદી કેન્દ્રનું સેન્ટર ન ફાળવાતા ખેડૂતોમાં નારાજગી
ભીલડી વિસ્તારમાં મગફળી ખરીદ કેન્દ્રનું સેન્ટર ન આપતા ખેડૂતો ભારે નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતો અને રાજકીય વ્યક્તિઓ દ્વારા ઉચ્ચસ્તરે રજૂઆત કરવા છતાં ભીલડી વિસ્તારના ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે. ભીલડી પંથકના ખેડૂતો દ્વારા તથા ભીલડી વિસ્તારના તાલુકા સદસ્ય ભાવનાબેન રાજુભાઈ રાજગોરે પણ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રી જયેશ રાદડિયાને લેખિત રજૂઆત કરી હતી તેમ છતાં રાજ્ય સરકારના નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ભીલડીને મગફળી ખરીદ સેન્ટરથી વંચિત રખાતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ભીલડી માર્કેટયાર્ડમાં તમામ સુવિધા હોવા છતાં કેન્દ્ર આપવામાં આવ્યું નથી.  જો હવે ખેડૂતોએ નોંધાયેલી મગફળી વેચવી હશે તો તેમને ડીસા સુધી જવા મજબુર બનવું પડશે. જેથી ભીલડીને મગફળી કેન્દ્ર સેન્ટર ન અપાતા ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.

Download Our B K News Today App



Related News