ખડગે નકલી ઇટાલિયન કોંગ્રેસના રબર સ્ટેમ્પ અધ્યક્ષ છેઃ ભાજપ

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-21 15:10:07
  • Views : 428
  • Modified Date : 2022-12-21 15:10:07

સંસદનું હાલ ચાલી રહેલું શિયાળુ સત્ર ભારે શોર-બકોર  હોબાળા સાથે આગળ વધી રહ્યું છે. ક્યારેક સત્તાધારી પક્ષ કોઇ એક મુદ્દો પકડીને વિરોધપક્ષોને ભીંસમાં લે છે તો ક્યારેક વિરોધપક્ષો અન્ય કોઇ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરે છે. ગત શુક્રવારે કોંગ્રેસ અધ્ય મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ માટે કરેલા વિવાદાસ્પદ નિવેદન બદલ આજે મંગળવારે રાજ્યસભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો.

કેન્દ્ર સરકારના સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ ખડગેના નિવેદનની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં કોંગ્રેસના નેતા એવા મલ્લિકાર્જુન ખડગે 10 ટર્મથી સંસદસભ્ય રહ્યા છે, તેથી આટલો વ્યાપક અ બહોળો અનુભવ ધરાવનાર નેતા પાસેથી આ પ્રકારના અપમાનજનક શબ્દોની અપેક્ષા નહોતી.

વર્તમાન કોંગ્રેસને નકલી કોંગ્રેસ અને ઇટાલિયન કોંગ્રેસ ગણાવતા જોશીએ કહ્યું હતું કે આજની કોંગ્રેસ અસલી કોંગ્રેસ નહીં પરંતુ નકલી કોંગ્રેસ છે. મહાત્મા ગાંધીએ તો સ્વતંત્રતા મળી તે સાથે જ કોંગ્રેસને વિખેરી નાંખવાની ભલામણ કરી હતી. આજની નકલી કોંગ્રેસે વલ્લભભાઇ પટેલ, સુભાષચંદ્ર બોઝ, બાળ ગંગાધર ટિલક  ડો. આંબેડકર જેવા મહાનાયકો સાથે કેવો વ્યવહાર કર્યો હતો તે આખો દેશ સારી રીતે જાણે છે. પ્રહલાદ જોથીએ મલ્લિકાર્જુન ખડગે ઉપર તેજાબી પ્રહાર કરતાં કહ્યું હતું કે આ કોંગ્રેસ સ્વતંત્રતાનો જંગ ખેલનારી કોંગ્રેસ નથી, અ ખડગે આ નકલી  ઇટાલિયન કોંગ્રેસના રબર સ્ટેમ્પ અધ્યક્ષ છે.

ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે રાજસ્થાનના અલવર ખાતે એક જાહેરસભાને સંબોધતા ખડગેએ કહ્યું હતું કે દેશની સ્વતંત્રતાની લડતમાં કોંગ્રેસના અનેક નેતાઓએ પોતાની જાતનું બલિદાન આપી દીધુ હતું, પરંતુ આ સ્વતંત્રતા આંદોલનમાં ભાજપના નેતાઓના ઘરોમાંથી એક કુતરુ પણ મર્યું નહોતું

Download Our B K News Today App



Related News