ખારેડા ગામે પશુઓને ગળસુંઢાની રસી અપાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-26 12:23:24
  • Views : 494
  • Modified Date : 2019-08-26 12:23:24

પશુ આરોગ્ય ખાતા દ્વારા ચોમાસામાં પશુઓને રોગથી બચાવવા માટે ગળસુંઢાની રસી અપાઇ રહી છે. તેમાં સરસ્વતી તાલુકાના ખારેડા ગામે ૨૫૦૦ ભેંસો, ૧૦૦૦ એચ.એમ.ગાયોને ગળસુંઢાની રસી આપવામાં આવી હતી. બીજદાન કર્મચારી પોપટજી ઠાકોર અને બાબુલાલ પટેલે જણાવ્યું હતું કે તા-૨૦/૮ થી  ૨૫/૮ સુધી ભેંસો નાના પાડા અને એચ.એમ.ગાયો વાછરડા સહિત પશુઓને ચોમાસામાં ખાસ કરીને ગળસુંઢાના રક્ષણ માટે રસી આપવામાં આવી હતી.


Download Our B K News Today App



Related News