રાધનપુર વિધાનસભા બેઠક ઉપર ભાજપ કોગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-20 10:38:32
  • Views : 471
  • Modified Date : 2019-10-20 10:38:32

રાધનપુર વિધાનસભાની
પેટાચૂંટણી માટે પ્રચારના છેલ્લા દિવસે ભાજપ અને એન.સી.
પી.ના ઉમેદવારો એ પોતાના લોકો દ્વારા રોડ શો યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપના રોડશો માં નરેશ કનોડીયા જેવા પ્રચારકને ઉતારવામાં આવ્ય હતા. જેમાં મોટા માણસો આ રોડ શો માં જોડાયા હતા અને બન્નેના રોડ શો માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્‌યા હતા.
 પાટણ જીલ્લાના રાધનપુર વિધાનસભાની બેઠક ઉપર ઉત્તર ગુજરાત ની સાથે સાથે ગુજરાતના તમામ લોકોની નજર છે. અને જેમાં ઠાકોર સમાજના પ્રમુખ અલ્પેશ ઠાકોર દ્વારા ભાજપમાં ઉમેદવાર હોવાથી તેમને જીતાડવા માટે ભાજપના તમામ આગેવાનો તેમજ અન્ય મોટા માથાઓ પણ રાધનપુરમાં પોતાની મહેનત લગાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ પણ કોગ્રેસના રધુભાઇ દેસાઇ પણ એક કદાવર ઉમેદવાર છે અને કોગ્રેસ આ ઉમેદવારને જીતાડવા માટે તમામ પ્રકારનું જોર લગાવી રહી છે. ત્યારે ત્રીજા મોરચામાં એન.સી.પી. ના ઉમેદવાર પણ આ લોકોને ફટકો આપવા માટે જોરદાર પોતાની જીત માટે મહેનત કરી રહ્યા છે. શનિવારે ભાજપ દ્વારા રોડ શો યોજવામાં આવ્યો હતો જેમાં ભાજપના કદાવર નેતાઓની પણ હાજરી જોવા મળી હતી અને
રાધનપુરના પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ ચૌધરીની સાથે સાથે નરેશ કનોડીયા પણ જોડાયા હતા અને રાધનપુર શહેરમાં રોડ શો યોજ્યો હતો. તેમની સામે એન.સી.પી ના ઉમેદવાર ફરસુભાઇ ગોકલાણી દ્વારા પણ રોડ શો કરવામાં આવ્યો હતો અને તેમાં પોતાના કાર્યકર્તાઓ
પણ મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા. બીજી તરફ કોગ્રેસના અગ્રણીઓએ રાધનપુર વિધાનસભાના તમામ મત વિસ્તારમાં ઘરે ઘરે  પ્રચાર કરતા જોવા મળ્યા હતા. જેથી આટલો મોટો તાયફો જોતા લોકો કોને જીતાડે છે તેના ઉપર સૌની નજરો ચોટી છે.

Download Our B K News Today App



Related News