પાલનપુર નજીક ગાંધીનગરની ખાણ ખનીજની ટીમ પર હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-09 11:21:39
  • Views : 1144
  • Modified Date : 2019-11-09 11:21:39

પાલનપુર- ડીસા હાઇવે પર શુક્રવારે સાંજે ગાંધીનગરની ખાણ ખનીજની ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરાઇ હતી. જેમાં ઓવરલોડ ડમ્પર ચાલકોએ બે અધિકારીઓ અને એક સીક્યોરિટી ગાર્ડ સહિત ત્રણ વ્યકિતઓ ઉપર હુમલો કરતાં ભારે અફરા- તફરી મચી જવા પામી હતી. દરમિયાન ઇજાગ્રસ્તોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં
પોલીસે એક શખ્સની અટકાયત કરી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારે ગાંધીનગરની ખાણ ખનિજની ફલાઇંગ સ્કવોડ ટીમ દ્વારા પાલનપુર – ડીસા
હાઇવે ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન અહીંથી પસાર થઇ રહેલા ઓવરલોડ ડમ્પરના ચાલકોએ આ અધિકારીઓ પર અચાનક હિંચકારો હુમલો કરી દેતા અને ઇજાઓ પહોંચાડતાં ભારે અફરા- તફરી મચી જવા પામી હતી. જેમને ઇજાગ્રસ્ત હાલતમાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે એક શખ્સની અટકાયત કરી હોવાનું  સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Download Our B K News Today App



Related News