ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ ....! એક જ યુવકનો રિપોર્ટ ખાનગીમાં પોઝિટિવ અને સિવિલમાં નેગેટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-25 12:04:02
  • Views : 1525
  • Modified Date : 2020-07-25 12:04:02

ગાંધીનગરમાં એક યુવકે સિવિલમાં ટેસ્ટ કરાવતા નેગેટિવ આવ્યો હતો ત્યારે ખાનગી હોસ્પિટલમાં ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. ત્યારે હવે સાચું કોણ ? ગાંધીનગરમાં કોરોના વાઇરસના રોજ નવા કેસ સામે આવી રહ્યા છે. સરકારે ખાનગી લેબને ટેસ્ટિંગ માટેની મંજૂરી આપ્યા બાદ લોકો સરકારી હોસ્પિટલમાં જવાની જગ્યાએ ખાનગી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા જઈ રહ્યા છે. પરંતુ કોરોના ટેસ્ટમાં પણ લાલીયાવાડી સામે આવી છે.
સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક કર્મચારી દ્વારા
પોતાને કોરોના વાઇરસની અસર હોવાનું જણાતા સિવિલમાં જ ટેસ્ટિંગ માટે
સેમ્પલ આપ્યા હતા. પરંતુ આ સેમ્પલ નેગેટિવ આવ્યુ હતુ. કોરોના વાઇરસને કારણે નાગરિકોમાં ડર વ્યાપ્યો છે. લોકો કોરોના વાઇરસનો કેસ સોસાયટીમાં આવી જાય તો
 પણ ફફડી જાય છે. તેવી સ્થિતિમાં સરકારી હોસ્પિટલોમાં સારવાર મળતી નથી. પરિણામે લોકો ખાનગી
હોસ્પિટલ તરફ દોડ મૂકી રહ્યા છે. ત્યારે સરકારી હોસ્પિટલનો એક નવો ઇસ્યુ સામે આવ્યો છે.
સરકારે ખાનગી
હોસ્પિટલોને ટેસ્ટ માટેની મંજૂરી આપી દીધી છે. પરંતુ ક્યાંક આ મંજૂરીના ઓથા હેઠળ ભોળા દર્દીઓનું કાસળના નીકળે એ પણ જોવાની જવાબદારી સરકારની ખરી કે નહીં ? જ્યારે આ યુવકને સિવિલ હોસ્પિટલના રિપોર્ટ પર અવિશ્વાસ ઉત્પન્ન થતા ખાનગી હોસ્પિટલમાં જઈને રિપોર્ટ કરાવ્યો હતો. જયાં યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તે ચોકી ગયો હતો. હવે મુસીબત એ થઈ રહી છે કે, સાચું કોણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલ. ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલ ગાંધીનગર રિપોર્ટ આપવાના મામલે પહેલા પણ ખરડાઈ ચૂકી છે. સિવિલ હોસ્પિટલમાં તમે સામાન્ય
રીપોર્ટ કઢાવો તો વેરીયશન સામે આવતું હતું, આજ પ્રકારની ફરિયાદો અગાઉ પણ થઈ ચૂકી છે. ખાનગી હોસ્પિટલ લાખો રૂપિયાના બીલ પકડાવી રહી છે. તેને લઈને બદનામ થઈ ચૂકી છે. ત્યારે આ યુવકે જે હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો છે તે પહેલેથી જ તેની છાપ ખરડાઇ ચુકેલી છે. આવા સમયમાં દર્દીઓ સૂડી વચ્ચે
સોપારી બની રહ્યા છે.

Download Our B K News Today App



Related News