કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર અર્થે ડીસાની ભણશાળી અને પાલનપુરની સમર્પણ ખાનગી હોસ્પિટલ તૈયાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-01 11:19:44
  • Views : 484
  • Modified Date : 2020-04-01 11:19:44

નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને રોકવા માટે સરકારની સુચના મુજબ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ ફેલાય નહીં તે માટે કલેકટર સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન પ્રમાણે આરોગ્ય વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ સખત પરિશ્રમ કરી રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સરકારી આઇસોલેશન વોર્ડ ઉપરાંત ખાનગી
હોસ્પિટલોમાં પણ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે.
પાલનપુર સિવિલ હોસ્પિટલ ૧૨૦ બેડ આઇસોલેશન વોર્ડ સાથે તૈયાર છે. આ ઉપરાંત ડીસા, થરાદ, વાવ, અંબાજી અને જિલ્લામાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ દર્દીઓને સારવાર
આપવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે બનાસકાંઠા જિલ્લામાં બે ખાનગી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં ડીસા ખાતે ગાંધી લિંકન ભણશાળી હોસ્પિટલ- ૮૦ બેડ અને
પાલનપુર ખાતે સમર્પણ ખાનગી હોસ્પિટલમાં- ૩૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. શ્રી રામચંદ સ્વરાજ હોસ્પિટલ ધાનેરા તથા તિરૂપતિ હોસ્પિટલ પાંથાવાડાને બેડ સહિત તમામ સુવિધા રાખવા જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા સુચના આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News